BIMSTEC દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ.પૂ. એશિયાનાં રાજકારણને નવું રૂપ આપે છે
- 'બે-ઓફ-બેંગલ-ઈનિશ્યેટિવ-ફોર - મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો ઓપરેશન' (BIMSTEC) માં ભારત આધાર સ્તંભની ભૂમિકા ભજવે છે
બેંગકોક : બે ઓફ બેંગાલ ઈનિશ્યેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ-ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કોઓપરેશન (બીમસ્ટેક) અહીં મળી રહેલી છઠ્ઠી શિખર મંત્રણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ-પૂર્વ એશિયાનાં રાજકારણને નવું રૂપ આપી રહ્યાં છે. તેઓએ તે જુથમાં ભારતને આધાર-સ્તંભની ભૂમિકામાં મુકી દીધું છે.
એક અસામાન્ય રાજકીય ચાલ રચી મે ૨૦૧૯માં વડાપ્રધાને બીમસ્ટેકના તમામ નેતાઓને પોતાના બીજા શપથ વિધિ સમારોહમાં આમંત્રણ આપ્યું હતું. તેઓનું આ પગલું હવે લગભગ સક્રિય બની રહેલાં 'સાર્ક'ને સ્થાને નવું જુથ ઉભુ કરવાના હેતુથી લેવામાં આવ્યું હતું તે તો સ્પષ્ટ છે તે પગલું તેઓના 'પહેલા પાડોશી' અને એક્ટ-ઈસ્ટ-નીતિના ફળરૂપે હતું તે તો સ્પષ્ટ છે.
ભારતે જ સૌથી પહેલી 'બીમસ્ટેક' દેશોની લશ્કરી કવાયત ૨૦૧૮માં 'માઈલેક્સ-૧૮' નામે યોજી હતી. તેનો હેતુ ત્રાસવાદનો સામનો કરવાનો અને સમુદ્રીય ચાંચીયાગીરી દૂર કરવાનો હતો.
નરેન્દ્ર મોદીએ હંમેશાં 'બીમસ્ટેક'ને ઈન્ડો-પેસિફિક વિસ્તારના રક્ષણદ્વાર તરીકે રહેવા તાકીદ કરી છે. આ પૂર્વે ૨૦૨૫માં યોજાયેલી તે શિખર મંત્રણામાં વડાપ્રધાને બિમસ્ટેકનું ખતપત્ર (ચાર્ટર) તૈયાર કરવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય તો તે છે કે વડાપ્રધાન મોદીએ આ પરિષદમાં પારસ્પરિક વ્યાપાર વૃદ્ધિ માટે પણ અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, થાઈ વડાપ્રધાને બીમસ્ટેક દેશોના વડાઓ માટે યોજેલા ભોજન સમારંભ વખતે વડાપ્રધાન મોદી બાંગ્લાદેશની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની બાજુમાં જ બેઠા હતા.