- ભારતે કહ્યું : સીમા વિવાદમાં ત્રીજા દેશની દખલ સ્વીકાર્ય નથી
- બાલેન શાહે પંચાયત (સંસદ)નાં નીચલાં ગૃહમાં કહ્યું કે : માત્ર ભારતે જ પદાક્રમણ નથી કર્યું નેપાળે પણ પદાક્રમણ કર્યું છે
કાઠમંડુ : નેપાળના નવનિર્વાચિન વડાપ્રધાન બાલેન્દ્ર શાહ ઊર્ફે બાલેન શાહ ભારત નેપાળ સીમા વિવાદ અંગે વિવાદાસ્પદ નિવેદન કરી ખરેખરા ફસાયા છે. પંચાયત (સંસદ)માં કરેલાં એક નિવેદનમાં તેમણે જણાવ્યું હતું કે માત્ર ભારતે જ નહીં નેપાળે પણ કેટલીયે જગ્યાએ ભારતના ક્ષેત્રો ઉપર અતિક્રમણ કર્યું છે.
બાલેન શાહનાં આ વિધાનોથી નેપાળની પંચાયતમાં તો હોબાળો શરૂ થઇ જ ગયો હતો, પરંતુ બહાર પણ ભારે મોટો હોબાળો થઇ રહ્યો છે. સંસદમાં વિપક્ષ દળોના સાંસદોએ તો બહાર સડક ઉપર વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે.
દરમિયાન ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે ભારત નેપાળ સીમા વિવાદમાં ત્રીજા દેશની ભૂમિકા સ્વિકાર્ય નથી.
બાલેન શાહે સીમા વિવાદનાં સમાધાન માટે ચીન અને બ્રિટનને વચ્ચે પડવાની વકીલાત કરી હતી.
નેપાળ અને ભારત વચ્ચે લિપુલેખ, લિમ્બિયા ધુરો અને કાલાપાની અંગે લાંબા સમયથી વિવાદ ચાલે છે. બંને દેશો તે ક્ષેત્રો ઉપર પોતાનો દાવો કરે છે. ભારતનું કહેવું છે કે તે વિસ્તારો ઉત્તરાખંડનો જ ભાગ છે, તેમાં કોઈ વિવાદ હોય તો તે દ્વિપક્ષીય મંત્રણા દ્વારા જ ઉકેલી શકાય. તેમાં ત્રીજા પક્ષની જરૂર જ નથી.
બાલેને સીમા વિવાદ અંગે કરેલી ટીપ્પણીને લીધે નેપાળની સંસદનાં બંને ગૃહોમાં ધમાલ મચી ગઈ હતી. બાલેને કહ્યું હતું કે નેપાળે પણ કોઈ ક્ષેત્રમાં ભારતના પ્રદેશ ઉપર અતિક્રમણ કર્યું છે. પરંતુ બાલેન તે દાવાને ભારતે ફગાવી દીધો છે. મંગળવારે આ મુદ્દે નેપાળની સંસદમાં એટલી ધમાલ મચી હતી કે સંસદની કાર્યવાહી સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી બુધવાર સુધી મોકુફ રાખવી પડી હતી.
વિદ્યાર્થી નેતાઓ બાલેનનું ત્યાગપત્ર માગી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ભારત નેપાળ સરહદ ૯૮ ટકા તો નિશ્ચિત થઇ ગઇ છે. માત્ર બાકીની બે ટકા સીમા અંગે વિવાદ છે. મોટાભાગની સીમાએ કાંટાળા તારની વાડ છે. પરંતુ બંને દેશના લોકો તે વાડમાંથી માર્ગ કાઢી આવ-જા કરી જ રહ્યા છે. માલ-સામાનની પણ આવ જા થાય છે.


