World

પ્રમુખ યુસિયની પાર્ટીએ હાર સ્વીકારી, બેલગ્રેડમાંથી પોલીસ બેરેક્સમાં ચાલી ગઈ

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
સર્બિયામાં વિદ્યાર્થીઓના પ્રદર્શનો રંગ લાવ્યા છે. સંસદીય ચૂંટણીમાં વિદ્યાર્થી સમર્થિત 'સ્ટુડન્ટસ-લિસ્ટે' સ્પષ્ટ બહુમતી મેળવી, સત્તાધારી પક્ષને હરાવ્યો. આ ઐતિહાસિક રાજકીય પરિવર્તન બાદ બેલગ્રેડ સહિતના શહેરોમાં લોકો રસ્તાઓ પર નાચી-ગાઈને વિજયની ઉજવણી કરી રહ્યા છે. પોલીસ પણ રસ્તાઓ પરથી હટી ગઈ છે. 16 લોકોના મૃત્યુ બાદ શરૂ થયેલા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનોએ આ પરિણામ લાવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્રમુખ યુસિયની પાર્ટીએ હાર સ્વીકારી, બેલગ્રેડમાંથી પોલીસ બેરેક્સમાં ચાલી ગઈ
  • સર્બિયામાં વિદ્યાર્થી પ્રદર્શનોની અસર
  • સર્બિયાની સંસદીય ચૂંટણીમાં વિદ્યાર્થી સમર્થિત 'સ્ટુડન્ટસ-લિસ્ટે' સ્પષ્ટ બહુમતી મેળવી : આ સાથે લોકો માર્ગ ઉપર નૃત્યો કરવા લાગ્યા

બેલગ્રેડ : સર્બિયાની સંસદીય ચૂંટણીમાં ઐતિહાસિક રાજકીય પરિવર્તન આવ્યું છે. પ્રમુખ એલેકઝાન્ડર વુસિકની પાર્ટીએ હાર સ્વીકારી લીધી છે. તે પછી બેલગ્રેડમાં પોલીસ અને રમખાણો વિરોધી વિશેષ પોલીસ માર્ગો ઉપરથી દૂર થઇ પોતાની બેરેકસમાં ચાલી ગઈ છે. માર્ગો ઉપર પોલીસની માત્ર બખ્તરબંધ ગાડીઓ જ ફરતી દેખાય છે. જ્યારે જનતા માર્ગો ઉપર નાચ-ગાન કરી જશ્ન મનાવી રહી છે. વિદ્યાર્થીઓ સમર્થિત સ્ટુડન્ટસ-લિસ્ટનો વિજય થતાં માત્ર બેલગ્રેડમાં જ નહીં અન્ય શહેરોમાં પણ હવા બદલાઈ ગઈ છે. લોકો માર્ગો ઉપર નાચ-ગાન કરતા જોવા મળે છે.
સોશ્યલ મીડીયા અને સ્થાનિક રિપોર્ટો પ્રમાણે પહેલા તો બેલગ્રેડમાં તોફાનો વિરોધી વિશેષ પોલીસ, પ્રમુખના મહેલ, રીપબ્લિક ઇલેકટોરલ કમિશનના બિલ્ડીંગ તથા અન્ય સરકારી મકાનો ફરતી જડબેસલાક સલામતી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી. પરંતુ હવે પોલીસ દૂર થતાં લોકો માર્ગો ઉપર નાચ-ગાન કરી જશ્ન મનાવી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો માર્ગ ઉપર ઉભેલી પોલીસને માર મારી જનતા ખદેડી મુકતી વીડીયોમાં જોવા મળી રહી છે.
વાસ્તવમાં સર્બિયામાં ૨૦૨૪ થી સરકાર વિરોધી આંદોલનો શરૂ થઈ ગયાં હતા. કારણ તે હતું કે, નવી-સાદ નામક રેલવે સ્ટેશન ઉપર કેનોપી તૂટી પડતાં ૧૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં. તે પછી સરકાર પાસેથી તે ઘટનાનો જવાબ માગતા અને વ્યાપક ભ્રષ્ટાચાર વિરોધી તોફાનો શરૂ થઇ ગયા તે પછી તે આંદોલનોએ સ્ટુડન્ટસ-લિસ્ટ નાં નામે ચૂંટણી રાજકારણમાં પણ પ્રવેશ કરી, પ્રમુખ એલેકઝાન્ડર વુસિકની સરકારને હલાવી નાખી હતી. છેવટે રવિવારે યોજાયેલા મતદાનમાં વુસિકની સર્બિયન પ્રોગ્રેસિવ પાર્ટીનાં નેતૃત્વ નીચેના ગઠબંધનને માત્ર ૩૯.૨ ટકા મત મળ્યા જયારે સ્ટુડન્ટ લિસ્ટને ૫૨.૭ ટકા મત મળ્યા હતા.