- સૌથી પહેલો હુકમ ગેરકાયદે વસાહતીઓને કાઢી મુકવાનો હશે, બીજો હુકમ બર્થ-રાઈટ સીટીઝનશીપ દુર કરવાનો હશે : યુક્રેન યુદ્ધ અંગે નિર્ણય કરશે
USA President Donald Trump News | નવનિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓના પ્રથમ કાર્યકાળ દરમિયાન પહેલા દિવસે માત્ર એક જ ''એક્ઝિક્યુટિવ ઓર્ડર'' કર્યો હતો. તેમાં 'ઑબામા-કેર' યોજના દુર કરી હતી. પરંતુ આ વખતે તેઓ બહુવિધ હુકમો કરશે તેવી ગણતરી મંડાઈ રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેઓના ચૂંટણી પ્રચાર સમયે જ જણાવ્યું હતું કે અમેરિકામાં ગેરકાયદે વસેલાઓને તેઓ જથ્થાબંધ રીતે દેશનિકાલ કરશે. તેઓએ જાહેર કર્યું હતું કે '' પહેલે જ દિવસે હું અમેરિકાના ઈતિહાસમાં નોંધાયેલા સૌથી વિશાળ 'દેશ-નિકાલ' કાર્યક્રમ હાથ ધરવાનો છું, અને અપરાધીઓને દેશની બહાર કાઢી મુકવાનો છું.'' પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ન્યૂયોર્કમાં યોજાયેલી રેલીને સંબોધન કરતા તેઓએ ખુલ્લેઆમ કહી દીધું હતું.
તેઓના લીધેલા આ નિર્ણયને અમેરિકાના યુવા વર્ગે વધાવી લીધો છે. અમેરિકામાં વિદેશીઓમાંથી આવીને સ્થાયી થનારા ઓછા પગારે નોકરીઓ લેતા અમેરિકાના યુવાનોની રોજીરોટી રઝળી પડે છે. તેમાંયે ગેરકાદે વસાહતીઓ નજીવા પગારે પણ નોકરી લઈ લે છે. તેમને હાંકી કાઢવા અનિવાર્ય પણ છે.
બર્થ-રાઈટ સીટીઝીનશીપનો પરદેશથી આવેલા પ્રવાસીઓ ઘણો મોટો ગેરલાભ ઉઠાવે છે. સગર્ભા મહિલાઓ, બાળકનો જન્મ - સમય નજીક આવતા ખાસ અમેરિકા પહોંચે છે. ત્યાં બાળકને જન્મ આપતા તે અમેરિકાનું નાગરિક બની જાય. તે કાયદાને પણ દુર કરવાના છે.
6 જાન્યુઆરી, 2021 ના દિવસે અમેરિકામાં સંસદ ગૃહ સમક્ષ થયેલા રમખાણોમાં ભાગ લેનારા અગ્રણીઓની ધરપકડ કરવામાં તે સમયે પ્રમુખ પદની ચુંટણીમાં ભાગ લેનારાઓના અગ્રણીઓની ધરપકડ કરવામાં આવી હતી. કેટલાક ઉપર કાનુની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. (જે પૈકી ટ્રમ્પ પોતે પણ હતા.) તે સર્વેને ટ્રમ્પ પ્રમુખ તરીકેના વિશેષાધિકારનો ઉપયોગ કરી ''માફી'' આપશે, તે નિશ્ચિત લાગે છે.
ઘણાને તે સામે વાંધો છે. તેઓ કહે છે કે લોકશાહીના પાયા સમાન ''રૂલ ઓફ લૉ''નો તેથી ભંગ થાય થશે. તેમ છતાં ટ્રમ્પે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તેઓ 6 જાન્યુ.ના રમખાણો વિષે પહેલી નવ મિનિટમાં જ નિર્ણય લઈ લેશે.
ડૉનાલ્ડ ટ્રમ્પે તેઓના ચૂંટણી પ્રચારમાં જ તેઓની સંભવિત ''વિદેશ નીતિ'' અંગે કહ્યું હતું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધ વિષે તત્કાળ પગલાં લેશે, તે સાથે કહ્યું હતું કે તેઓ 24 કલાકમાં જ (જો, પ્રમુખ વિશે તો) તે યુદ્ધ બંધ કરાવી દેશે. તેમણે કહ્યું હતું કે ''હું પ્રમુખ પુતિન તેમજ પ્રમુખ ઝેલેસ્કી બંનેનો સારી રીતે ઓળખું છું. બંને સારા મિત્રો છે. હું તેઓને યુદ્ધ બંધ કરવા સમજાવી શકીશ.''
અમેરિકામાં અર્થતંત્રને મજબુત કરવા તેઓ આયાતી કર વધારવા નિર્ણય લેશે તે નક્કી છે.
બાયડેન ઈલેકટ્રોનિક ઉપર ભાર મુકે છે તે દૂર કરી ''ફોસિલ-ફ્યુએલ''થી આવતા વ્હીકલ્સને સમર્થન આપશે.
તે માટે જરૂરી ક્રૂડ ખોદવા તેઓએ સુત્ર આપ્યું છે : ''ડ્રીમ-ડ્રીમ-ડ્રીમ''.
આ ઉપરાંત ટ્રાન્સ-જેન્ડર્સને મહિલાઓના રમતોત્સવમાંથી દૂર કરવા તેઓ હુકમ કરશે તે પણ નિશ્ચિત છે.
અમેરિકામાં ચાલી રહેલી જેન્ડર-એફર્મિંગ કેર પ્રેક્ટિસ દૂર થશે.
એક સમયે મોટર ઉદ્યોગનું મુખ્ય મથક હતું. તે ધ્વજ અત્યારે જાપાન અને દ.કોરિયાએ લઈ લીધો છે. ટ્રમ્પ ફરીવાર અમેરિકાના મોટર ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માગે છે.
આમાં પ્રમુખ પદ સંભાળતા સાથે ટ્રમ્પ અનેકવિધ મહત્વના પગલાંઓ લેશે તે નિશ્ચિત છે. કદાચ તેઓના ભયથી જ હમાસ ઈઝરાયલ સાથે શાંતિ-મંત્રણા માટે અને યુદ્ધ વિરામ માટે સહમત થયું હશે તે નક્કી છે.
પ્રશ્ન ચીનનો છે. ચીનના તેઓ કટ્ટર વિરોધી છે. તેમના વિદેશમંત્રી પદે અને સંરક્ષણ મંત્રી પદે આવનારા બંને ચીનના કટ્ટર વિરોધી છે. તે યાદ રહે.


