Get The App

ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે ફોન પર થઈ વાતચીત, અમેરિકન પ્રમુખને ચીન આવવાનું મળ્યું આમંત્રણ

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે ફોન પર થઈ વાતચીત, અમેરિકન પ્રમુખને ચીન આવવાનું મળ્યું આમંત્રણ 1 - image


Donald Trump Speaks with Xi Jingping: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે (22 જુલાઈ) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દોઢ કલાક સુધી ફોન પર વાતચીત કરી હતી. અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર વચ્ચે આ વાતચીતને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જિનપિંગે ટ્રમ્પને ચીન આવવાનું આમંત્રણ પણ આપ્યું છે. આ વાતચીત અંગે ખૂદ ડોનાલ્ડ ટ્રમ્પે માહિતી આપી છે.

'બંને દેશો વચ્ચે સકારાત્મક વાતચીત થઈ'

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર ટ્રમ્પે પોસ્ટ કરીને લખ્યું કે, 'મેં હમણાં જ ચીનના રાષ્ટ્રપતિ શી સાથે ખૂબ જ સારી રીતે ફોન પર વાત કરી, જેમાં તાજેતરમાં થયેલા અમારા વેપાર કરારની કેટલીક જટિલતાઓ અને સંમતિ અંગે ચર્ચા થઈ. આ કોલ લગભગ દોઢ કલાક ચાલ્યો અને પરિણામે બંને દેશો માટે ખૂબ જ સકારાત્મક નિષ્કર્ષ નીકળ્યો. રેર અર્થ ઉત્પાદનોની જટિલતા અંગે હવે કોઈ પ્રશ્નો ન હોવા જોઈએ. અમારી સંબંધિત ટીમો ટૂંક સમયમાં નક્કી કરવા માટે એક સ્થાન પર મળશે.'

આ પણ વાંચો: હવે BCCIએ પણ દેશના કાયદાઓનું પાલન કરવું પડશે ! વિધેયક તૈયાર, આવતીકાલે સંસદમાં રજૂ કરાશે

'જિનપિંગે ટ્રમ્પને ચીન આવવાનું આમંત્રણ આપ્યું'

વધુમાં ટ્રમ્પે લખ્યું કે, 'વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ શીએ મને અને ફર્સ્ટ લેડીને ઉદારતાથી ચીનની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું, અને મેં પણ તેનો જવાબ આપ્યો. બે મહાન રાષ્ટ્રોના રાષ્ટ્રપતિઓ તરીકે આ એવી વસ્તુ છે જે અમે બંને કરવા માટે આતુર છીએ. વાતચીત લગભગ સંપૂર્ણપણે વેપાર પર કેન્દ્રિત હતી. રશિયા/યુક્રેન અથવા ઈરાન વિશે કંઈ ચર્ચા થઈ ન હતી. અમે ટૂંક સમયમાં થનારી બેઠકના સમયપત્રક અને સ્થાન વિશે મીડિયાને જાણ કરીશું. આ બાબત પર તમારા ધ્યાન બદલ આભાર!'

Tags :