Get The App

7.4ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી ફિલિપાઈન્સની ધરા, સુનામીની ચેતવણીથી લોકોમાં ફફડાટ

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
7.4ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી ફિલિપાઈન્સની ધરા, સુનામીની ચેતવણીથી લોકોમાં ફફડાટ 1 - image


Philippines Earthquake : ફિલિપાઇન્સની ધરતી આજે જોરદાર ભૂકંપના કારણે ધણધણી ઊઠી છે. ફિલિપાઇન્સના દક્ષિણમાં ટાપુ પર આવેલા મિન્ડાનાઓના પૂર્વીય તટ પર શુક્રવારે સવારે 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો, જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો. આ ભૂકંપના પગલે તંત્ર દ્વારા સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે, જેને કારણે લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા.



સ્થાનિકો માટે ચેતવણી જાહેર 

અમેરિકન ભૂસ્તર સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સવારે 9 વાગ્યેને 43 મિનિટે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર  ઓરિએન્ટલ પ્રાંતના સેન્ટિયાગો શહેરથી લગભગ 20 કિલોમીટર પૂર્વમાં સ્થિત હતું. બીજી બાજુ ફિલિપાઈન્સમાં ભૂકંપ પર નજર રાખતી એજન્સીએ આ ભારે ભૂકંપને પગલે લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે. મધ્ય અને દક્ષિણ ફિલિપાઈન્સના તટીય શહેરોમાં રહેતા લોકોને તાત્કાલિક ધોરણે ઊંચા સ્થળોએ ખસી જવાની સલાહ આપવામાં આવી છે. 





Tags :