6.7ની તીવ્રતાનો પેરૂમાં પ્રચંડ ભૂકંપ : ભૂકંપ પછી આફ્ટર શૉક્સ લાગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લીમા: ગુરૂવારે (સ્થાનિક સમય પ્રમાણે) પેરૂના ઉમાહુઆઓ શહેરમાં ૬.૭ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ થતા લોકો ઑફિસોમાંથી તેમજ ઘરોમાંથી બેબાકળા બહાર નીકળી ગયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર ઉમાહુઆઓ શહેરથી ઉત્તર-પશ્ચિમે ૩૮ કિ.મી. દૂર આયાકુચો ક્ષેત્રના મરિનાકોયસ પ્રાંતમાં કેન્દ્રિત હતું. તેની ઉંડાઈ ૬૬.૭ કી.મી. જેટલું હોવાનું યુ.એસ.જી.એસે. જણાવ્યું હતું. પહેલાં તો તે ભૂકંપની તીવ્રતા ૭.૨ની હોવાનું અનુમાનિત હતું અને તેની તીવ્રતા ત્રીજા કે ચોથા લેવલની હશે તેમ માનવામાં આવ્યું હતું.
સહજ છે કે, આ ભૂકંપથી જાન-માલની નુકસાની થઈ જ હોય પરંતુ હજી સુધી તેના કોઈ સત્તાવાર આંકડા મળ્યા નથી.
આ ભૂંકપના આંચકા સૌથી વધુ દક્ષિણ પેરૂમાં લાગ્યા હતા તેમાં ઇકા અને અરેકવા સામેલ છે.
પેરૂના સિવિલ ડિફેન્સ વડા લૂઆ વાસ્ક્વેઝે સ્થાનિક રેડિયો સ્ટેશન આર.પી.પી.ને જણાવ્યું હતું કે હજી સુધી તો કોઈ નુકસાનીની માહિતી મળી નથી.
પરિનાકાઆસ પ્રાંતના ગવર્નર વાય. રેન્ચેઝે કહ્યું હતું કે, હજી સુધી પ્રાંતીય મુખ્ય મથકમાં નુકસાનીની પણ વિગતો મળી નથી. પેરૂના નેવીએ પણ જણાવ્યું હતું કે, સુનામીનો કોઈ ખતરો નથી.
સહજ છે કે આ ભૂકંપ પછી થોડા આફ્ટર શૉક્સ લાગ્યા હતા પરંતુ તે તીવ્ર ન હતાં છતાં લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર નીકળી ગયા હતા તેમજ બપોરે લંચ સમયે લાગેલા આ આંચકાથી કર્મચારીઓ અને અધિકારીઓ પણ ઑફિસની બહાર નીકળી ગયા હતા.
વાસ્તવમાં પેરૂનો સમુદ્ર તટનો વિસ્તાર પેસિફિક ફરતી ચીલીથી શરૂ કરી અલાસ્કા સુધીની અને પૂર્વ રશિયા, જામાબાઝ, ફિલીપાઇન્સ, ઇન્ડોનેશિયા વિસ્તાર, પૂર્વ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ સુધી રીંગ ઓફ ફાયરના પટ્ટામાં પેરૂ આવતું હોવાથી ત્યાં રીંગ ઓફ ફાયરના વિસ્તારો 'અર્થક્વેક પ્રોન' છે જ.









