Get The App

બર્લિનમાં ૪ દિવસના અંધકાર પછી વીજ પુરવઠો બહાલ, બીજા વિશ્વયુદ્ધ પછીની પ્રથમ ઘટના

૪૫૦૦૦ ઘરો અને ૨૦૦૦થી વધુ વ્યવસાયિક કોમ્પલેક્ષ વીજળી વિહોણા રહયા

વોલ્કેનો નામના વામપંથી ઉગ્રવાદી સંગઠને વીજ કેબલને આગ ચાપી હતી

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
બર્લિનમાં ૪ દિવસના અંધકાર પછી વીજ પુરવઠો  બહાલ, બીજા વિશ્વયુદ્ધ પછીની પ્રથમ ઘટના 1 - image

બર્લિન,૭ જાન્યુઆરી,૨૦૨૬,બુધવાર 

જર્મનીની રાજધાની બર્લિનના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ૪ દિવસ પછી ખોરવાઇ ગયેલી વીજળી સેવા પૂર્વવત શરુ થઇ છે. ૩ જાન્યુઆરીના રોજ એક પાવર સ્ટેશન પર શંકાસ્પદ વામપંથી કાર્યકર્તાઓ દ્વારા આગ અને નુકસાન કરવામાં આવતા શહેરના ૪૫૦૦૦ ઘરો અને ૨૦૦૦થી વધુ વ્યવસાયિક કોમ્પલેક્ષનો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. બીજા વિશ્વયુધ્ધ પછી જર્મનીની રાજધાનીમાં લાંબા સમય સુધી વીજળી ગુલ થવાની પ્રથમ ઘટના છે. બર્લિનના મેયર કાઇ મેગનરે વીજ પુરવઠો શરુ થવા અંગે પ્રતિક્રિયા આપી હતી કે વીજળી અને હિંટિંગ વિના રહેતા લોકો માટે રાહતના સમાચાર છે. વીજ પુરવઠો કાર્યાન્વિત કરવાની શરુઆત ૭ જાન્યુઆરી સવારે ૧૧ વાગ્યાથી શરુઆત થઇ હતી.

 શહેરના લોકોને પરેશાન કરનારી આ ઘટના પાછળ વામપંથી ગુ્રપ વોલ્કેનોનો હાથ હતો. વોલ્કેનો જૂથ આને જવાબદારી લેતા સ્પષ્ટ પણ થયું છે. આગ લાગવાથી નહેરની ઉપર બનેલા કેબલ ડકટનો સંપૂર્ણ નાશ થયો હતો. ભીષણ ઠંડીની વચ્ચે મોબાઇલ ફોન કનેકટિવિટી, હીટિંગ અને ટ્રેન સેવા ઠપ્પ થઇ જવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી.ત્યાર પછી સ્થાનિય લોકોની મદદ માટે જર્મન સેનાની મદદ લેવી પડી. આ લાંબા બ્લેક આઉટથી  બર્લિનના પાયાના ઢાંચાની સુરક્ષા અંગે મોટો પ્રશ્નાર્થ લાગ્યો છે. અનેક નેતાઓ હવે રાજધાનીમાં મહત્વપૂર્ણ કેન્દ્રોની સુરક્ષા માટે  ધ્યાન આપવા પર ભાર મુકી રહયા છે. સ્થાનિક ગુપ્તચર એજન્સીઓએ પણ અગાઉ વામપંથી ઉગ્રવાદીઓના હુમલો થવાની ચેતવણી આપી હતી.