Updated: May 26th, 2023
Photo courtesy: Getty Images
નવી દિલ્હી,તા. 26 મે 2023,શુક્રવાર
દુનિયામાં કોરોના વાયરસ આવ્યા બાદ એક બાદ એક તેના વેરિયન્ટ અને નવા બીજા વાયરસ પણ બહાર આવી રહ્યાં છે,ત્યારે માનવીએ વધુ સાવચેત રહેવાની જરુર છે.
આ નવા વાયરસથી માનવીના મોત પણ થઇ રહ્યાં છે તેથી ડોક્ટરો પણ આ વાયરસથી બચવાની સલાહ આપે છે.
વૈજ્ઞાનિકો અને ડોકટરો પાસે કેટલાક વાયરસનો ઈલાજ છે, જ્યારે કેટલાક વાયરસથી થતા રોગોની દવા હજુ પણ શોધાઇ નથી. આજે વાત કરી રહ્યાં છીએ પોવાસન વાયરસની જેના કારણે 1 વ્યક્તિનું મોત થયુ છે. Powassan વાયરસ વિશ્વભરના આરોગ્ય નિષ્ણાતો માટે એક પડકાર બની રહ્યો છે.
આ રોગ ટિક કરડવાથી ફેલાઇ છે,તેમજ આ વાયરસથી થતા રોગનો ઉપાય હજુ સુધી શોધાયો નથી. આ વાયરસના કારણે અમેરિકામાં એક મૃત્યુનો કેસ પણ નોંધાયો છે.
આ કારણે, મેઈન સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શને જણાવ્યું હતું કે, આ દુર્લભ વાયરસથી એક મૃત્યુ પછી, આરોગ્ય અધિકારીઓ લોકોને જીવલેણ પોવાસન વાયરસ રોગ વિશે ચેતવણી આપી રહ્યા છે, જે ટિક દ્વારા ફેલાયેલી અસાધ્ય બીમારી છે.
આ વાયરસ કઇ રીતે ફેલાય છે?
એક અહેવાલ અનુસાર યુ.એસ.માં દર વર્ષે 25 લોકો પોવાસન વાયરસથી સંક્રમિત થાય છે. પોવાસન વાયરસ સામાન્ય રીતે ચેપગ્રસ્ત હરણની ટીક, ગ્રાઉન્ડહોગ ટિક અથવા ખિસકોલીની ટિકના કરડવાથી મનુષ્યોમાં ફેલાય છે. યુ.એસ., કેનેડા અને રશિયામાં માનવોમાં પોવાસન વાયરસના કેસ નોંધાયા છે.
લક્ષણ
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, પોવાસન વાયરસથી સંક્રમિત મોટાભાગના લોકોમાં બહુ ઓછા લક્ષણો જોવા મળે છે. ચેપગ્રસ્ત લોકોમાં લક્ષણો દેખાવામાં 1 અઠવાડિયાથી 1 મહિનાનો સમય લાગી શકે છે.
પ્રારંભિક લક્ષણો
પોવાસન વાયરસ મગજના ચેપ (ઇન્સેફ્લાઇટીસ) સહિત ગંભીર બીમારીનું કારણ બની શકે છે. ગંભીર રોગના લક્ષણોમાં મૂંઝવણ, સંકલનનો અભાવ, બોલવામાં મુશ્કેલી અને દોહરાનો સમાવેશ થાય છે. ગંભીર રોગ ધરાવતા 10માંથી 1 વ્યક્તિનું મૃત્યુ થાય છે.
સારવાર
પોવાસન વાયરસના ચેપને રોકવા અથવા સારવાર માટે કોઈ દવા નથી. એન્ટિબાયોટિક્સ વાયરસની સારવાર કરતા નથી. વાયરસથી ગંભીર રીતે સંક્રમિત લોકોને સારવારની સખત જરૂર છે.