Get The App

પોર્ટુગલમાં બુરખો પહેરવા સામે પ્રતિબંધ, નિયમ તોડશો તો 4 લાખ રૂપિયાનો દંડ થશે

Updated: Oct 19th, 2025

GS TEAM

Google News
Google News
પોર્ટુગલમાં બુરખો પહેરવા સામે પ્રતિબંધ, નિયમ તોડશો તો 4 લાખ રૂપિયાનો દંડ થશે 1 - image


Portugal News : પોર્તુગલમાં ટૂંક સમયમાં જ બુર્ખા ઉપર પ્રતિબંધ મુકાઈ જશે. તેની સંસદે બુર્ખા પ્રતિબંધક વિધેયકને મંજૂરી આપી દીધી છે. પ્રમુખના હસ્તાક્ષર થતાં તે કાનૂન બની રહેશે.

આ વિધેયકમાં તેવી જોગવાઈ છે કે, સાર્વજનિક સ્થળો પર 'નકાબ' પહેરવા માટે ૨૦૦ યુરોથી શરૂ કરી 4000 યુરો સુધીનો દંડ આપવો પડશે. ભારતીય કરન્સીમાં તે દંડ 4 લાખ 10 હજાર રૂપિયાથી પણ વધુ થાય છે.

સંસદે આ વિધેયક પસાર કર્યું છે તેને પ્રમુખ માર્સેલો રેલેલોદે સુસાની મંજૂરીની જરૂર છે. જો તેઓ તેને 'વીટો' કરે. (જે શક્યતા નહીંવત છે) તો વિધેયકને સંવૈધાનિક ન્યાયાલય સમક્ષ મોકલવામાં આવશે.

જોકે આ વિધેયકમાં અન્ય દેશોનાં વિમાનોમાં કરાતી મુસાફરી (કારણ કે, તે વિમાન તે દેશનો ભાગ કહેવાય છે) રાજનાયવિક પરિસરો (જે પણ અન્ય દેશના ભાગરૂપ મનાય છે) તથા ધાર્મિક સ્થળો (ઇસ્લામમાં)માં બુર્ખો પહેરવા ઉપર પ્રતિબંધ નથી.

જોકે સંસદમાં રહેલી ડાબેરી 'સોશ્યાલિસ્ટ પાર્ટી'એ આ વિધેયકનો વિરોધ કર્યો હતો, તેમાં સાંસદ પેડ્રો ડેલ્ગાડો, અલ્વારિસના નેતૃત્વ નીચે ડાબેરી સાંસદોએ વિરૂદ્ધમાં મતદાન કર્યું હતું.

સરકાર પક્ષે આ વિધેયકને સમર્થન આપતાં કહ્યું હતું કે, ઈટાલીની મેલોની સરકાર તો માત્ર બુર્ખા પ્રતિબંધ જ નહીં પરંતુ છેતરીને કરાતાં લગ્નો પછી બળજબરી પૂર્વક કરાતાં ધર્મ-પરિવર્તન અને 'વર્જીનીટીટેસ્ટ' ઉપર પણ પ્રતિબંધ મુકવા વિચારી રહી છે.

જો આ કાનૂન બનશે તો પોર્તુગલમાં પણ ઓસ્ટ્રિયા ફ્રોમ ટયુનિસ બેલ્જિયમ, નેધરલેન્ડ જેવા ૨૦ દેશો સાથે ભળશે કે જ્યાં બુર્ખા ઉપર તેમજ પગથી માથા સુધીનાં ઢાંકણ ઉપર મુકાયેલા પ્રતિબંધ સમકક્ષ બની રહેશે. ટયુનિશિયા તો આરબ દેશ હોવા છતાં ત્યાં બુર્ખા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેમજ પગથી માથા સુધીનાં હીજાજ (ઢાંકણ) ઉપર પણ પ્રતિબંધ છે.

Tags :