World

અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબારમાં 3 પોલીસકર્મીની હત્યા, શંકાસ્પદનું એન્કાઉન્ટર

By GS TEAM
18 Sep 20251 min read
TukuTouch Logo
અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ શહીદ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં બની હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબારમાં 3 પોલીસકર્મીની હત્યા, શંકાસ્પદનું એન્કાઉન્ટર

3 Police Officers Killed in US: અમેરિકાના પેન્સિલવેનિયામાં પોલીસ અને એક બંદૂકધારી વચ્ચે થયેલી અથડામણમાં ત્રણ પોલીસ અધિકારીઓ શહીદ મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય બે ઘાયલ થયા છે. આ ઘટના કોડોરસ ટાઉનશીપમાં બની હતી.

શંકાસ્પદનું એન્કાઉન્ટર

રાજ્ય પોલીસ કમિશનરે જણાવ્યું કે, 'પોલીસે ઘરેલુ ઝઘડાની તપાસ માટે કાર્યવાહી હાથ ધરી હતી, તે દરમિયાન અચાનક બંદૂકધારીએ પોલીસ પર ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી જેમાં બંદૂકધારી માર્યો ગયો.'

આ પણ વાંચો: પાકિસ્તાન-સાઉદી વચ્ચે NATO દેશો જેવી મોટી ડીલ, કોઈ એક પર એટેક બંને પર હુમલો ગણાશે

ઘાયલ અધિકારીઓની હાલત ગંભીર 

ઘાયલ થયેલા બે અધિકારીઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર છે. અધિકારીઓએ હુમલાખોરની ઓળખ જાહેર કરી નથી, કે ન તો મૃત્યુ પામેલા પોલીસ અધિકારીઓ કઈ એજન્સીના હતા તે જણાવ્યું છે. એટર્ની જનરલ પામેલા બોન્ડીએ આ ઘટનાની નિંદા કરી છે અને તેને સમાજ માટે શ્રાપ ગણાવી છે. તેમણે કહ્યું કે અધિકારીઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. અગાઉ પણ પોલીસ પર હુમલા થયા છે.