Updated: Mar 18th, 2023
![]() |
image : Twitter |
પાકિસ્તાનમાં તોશાખાના મામલે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીનો અંત જ આવી રહ્યો નથી. ઈમરાન ખાન લાહોરથી ઈસ્લામાબાદ માટે જ્યારે કોર્ટમાં હાજર થવા રવાના થયા તો તેમના ઘરે જમાન પાર્કમાં દરોડાની કાર્યવાહી કરી દેવામાં આવી હતી. ઈમરાન ખાનની ગેરહાજરીનો લાભ લઈ સુરક્ષાદળોએ તેમના ઘર પર ક્રેન-બુલડોઝર સાથે કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન ઈમરાન ખાનના ઘરનો દરવાજો તોડીને સુરક્ષાકર્મીઓ અંદર પ્રવેશી ગયા હતા. ઈમરાન ખાનની ધરપકડ માટે 10000 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.
ઈમરાન ખાને કરી ટ્વિટ
અહેવાલ અનુસાર ઈમરાન ખાને આ મામલે કહ્યું છે કે હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે મને તમામ કેસમાં જામીન મળવા છતાં પીડીએમ સરકાર મારી ધરપકડ કરવા માગે છે. સરકારના દુર્ભાવનાપૂર્ણ ઈરાદાઓને જાણવા છતાં હું કોર્ટ જઈ રહ્યો છું કેમ કે મને કાયદામાં વિશ્વાસ છે. જોકે દરોડા દરમિયાન બુશરા બીબી ઘરે એકલા જ હતા.
اسلام آباد ٹول پلازے کے مناظر، جہاں سے چیئرمین عمران خان کا قافلہ گزر رہا ہے۔
— PTI (@PTIofficial) March 18, 2023
#چلو_چلو_عمران_کے_ساتھ
pic.twitter.com/FKpUGnsndO
પોલીસ કાફલો તૈયારી સાથે આવ્યો
એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે પોલીસની કાર્યવાહીથી નારાજ કાર્યકરોએ દેખાવ કર્યા હતા જેના લીધે અથડામણની સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન સંપૂર્ણ તૈયારી સાથે આવેલા પોલીસ કાફલાએ દેખાવકારો પર પાણીનો તોપમારો કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ તરફથી ફાયરિંગ કરાયાની પણ માહિતી મળી હતી. અહીં અથડામણ દરમિયાન ત્રણ પોલીસકર્મી ઘવાયા હોવાની પણ માહિતી મળી છે. પેટ્રોલ બોમ્બ માર્યા હોવાની પણ માહિતી મળી છે.