World

'ગ્લોબલ સાઉથ વિનાની વૈશ્વિક સંસ્થાઓ નેટવર્ક વિનાના સિમ કાર્ડ જેવી', બ્રિક્સ ખાતે PM મોદીનો કડક સંદેશ

By GS TEAM
6 Jul 20252 mins read
TukuTouch Logo
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં આયોજિત 17માં બ્રિક્સ શિખર સમ્મેલનને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે ઈન્ટરનેશનલ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં વ્યાપક સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 21મી સદીના નિર્ણયોમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધારવી હવે જરૂરી બની ગઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગ્લોબલ સાઉથ વિનાની વૈશ્વિક સંસ્થાઓ નેટવર્ક વિનાના સિમ કાર્ડ જેવી', બ્રિક્સ ખાતે PM મોદીનો કડક સંદેશ

PM Narendra Modi's message at BRICS : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં આયોજિત 17માં બ્રિક્સ શિખર સમ્મેલનને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે ઈન્ટરનેશનલ ગવર્નન્સ સ્ટ્રક્ચરમાં વ્યાપક સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. 21મી સદીના નિર્ણયોમાં ગ્લોબલ સાઉથની ભાગીદારી વધારવી હવે જરૂરી બની ગઈ છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, '20મી સદીમાં બની વૈશ્વિક સંસ્થાઓમાં દુનિયાની બે તૃતીયાંશ ભાગની વસ્તીને આજ સુધી યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. આજના વૈશ્વિક અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહેલા દેશોને નિર્ણય લેવાના ટેબલ પર સ્થાન આપવામાં આવ્યું નથી. ગ્લોબલ સાઉથ વિનાની વૈશ્વિક સંસ્થાઓ એવી છે કે, મોબાઈલ ફોનમાં સીમકાર્ડ તો હોય પરંતુ નેટવર્ક ન હોય.' 

'ગ્લોબલ સાઉથને ફક્ત પ્રતિકાત્મક સમર્થન મળ્યું'

ગ્લોબલ સાઉથને પ્રાથમિક્તા આપતા પીએમ મોદીએ કહ્યું કે, 'વિકાસની વાત હોય કે સંસાધનોના વિતરણ કે સુરક્ષા સંબંધિત મુદ્દાની, ગ્લોબલ સાઉથના હિતને પ્રાથમિક્તા આપવામાં આવી નથી. ગ્લોબલ સાઉથને ક્લાઇમેટ ફાઇનાન્સ, ટકાઉ વિકાસ અને ટેકનોલોજીની પહોંચ જેવા મુદ્દાઓ પર બહુ ઓછો અથવા કોઈ ટેકો મળ્યો નથી.'

આ પણ વાંચો: 'પહલગામમાં આતંકીઓએ ધર્મ પૂછ્યો, હવે ભાષા પૂછીને થઈ રહ્યા છે હુમલા', મનસે પર ભડકી ભાજપ

BRICS શિખર સમ્મેલનમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 'જ્યારે દુનિયામાં દર અઠવાડિયે AI અને ટેક્નોલોજી અપડેટ થઈ રહી છે, તો એ અસ્વીકાર્ય છે કે ગ્લોબલ ઈન્સ્ટિટ્યૂશન્સ 80 વર્ષોથી વિના અપડેટથી ચાલી રહ્યા હોય. 20મી સદીના ટાઈપરાઈટરથી 21મી સદીના સોફ્ટવેરને ચલાવી શકાય નથી. બ્રિક્સનો વિસ્તાર અને નવા મિત્રોનું જોડાવવાનું એ વાત સાબિત કરે છે કે, બ્રિક્સ એક એવું સંગઠન છે કે જે સમયને આધારે ખુદને બદલવાની ક્ષમતા રાખે છે. હવે UNSC, વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) અને બહુપક્ષીય વિકાસ બેંકો જેવી સંસ્થાઓમાં સુધારા માટે પણ આવી જ ઇચ્છાશક્તિ દર્શાવવી પડશે.'