ચાંદીનું પર્સ અને કાશ્મીરની કાર્પેટ, PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિને આપી ખાસ ગિફ્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

PM Modi Gives Special Gift To Cyprus President : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (16 જૂન) મધ્ય પૂર્વમાં આવેલા સાયપ્રસ દેશની મુલાકાતે છે. સાયપ્રસમાં રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે પીએમ મોદીને સર્વોચ્ચ નાગરિક સમ્માનથી સમ્માનિત કર્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, 'આ સમ્માન 140 કરોડ ભારતવાસિયોનું સમ્માન છે.' સાયપ્રસના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિને ખાસ ગિફ્ટ આપી છે.
PM મોદીએ સાયપ્રસના ફર્સ્ટ લેડીને આપી ભેટ
વડાપ્રધાન મોદીએ સાયપ્રસની ફર્સ્ટ લેડી ફિલિપા કરસેરાને સિલ્વર ક્લચ પર્સ ગિફ્ટમાં આપ્યું છે. આ પર્સ આંધ્રપ્રદેશની પરંપરાગત કારીગરીથી બનાવવામાં આવ્યું છે. જેને રિપોસે ટેકનિકથી તૈયાર કરાયું છે. પર્સની ડિઝાઈન અને આ સિલ્વર ક્લચ પર્સ આધુનિક ડિઝાઇન અને પરંપરાગત ધાતુની કારીગરીનું મિશ્રણ છે. પર્સની ઉપર મંદિરો અને શાહી કલાઓથી પ્રેરિત કોતરણીવાળી ફૂલોની ડિઝાઇન બનાવેલી છે.

વડાપ્રધાન મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિને કાશ્મીરી સિલ્ક કાર્પેટની આપી ભેટ
પર્સના મધ્ય ભાગમાં કિંમતી પથ્થરો જડેલા છે, જે તેની ભવ્યતામાં વધુ વધારો કરે છે. તેનું આકર્ષક હેન્ડલ, સુશોભિત બોર્ડર તેને શાહી દેખાવ આપે છે. આ પર્સ ભારતની સમૃદ્ધ હસ્તકલા પરંપરાને પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સને કાશ્મીરી સિલ્ક કાર્પેટ ભેટમાં આપ્યો છે. કાર્પેટ પર આછા પીળા અને લાલ બોર્ડર છે. કાર્પેટનો મધ્ય ભાગ ઘેરો લાલ છે. કાર્પેટ પર ફ્લોરલ અને ભૌમિતિક ડિઝાઇન છે. કાર્પેટમાં બે-ટોન ઇફેક્ટ તેને રંગ બદલતો દેખાય છે.
ભારતીય વડાપ્રધાન દ્વારા બે દાયકાથી વધુ સમયમાં કરાયેલી આ સાયપ્રસની પ્રથમ મુલાકાત છે. જે તુર્કીના સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ છે. જેણે 1974 થી સાયપ્રસના એક ભાગ પર કબજો કર્યો અને ભારત-પાકિસ્તાન તણાવમાં પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. પહલગામ આતંકવાદી હુમલા પછી સાયપ્રસે આતંકવાદ સામે ભારતને ટેકો આપ્યો હતો. જ્યારે વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન મોદી અહીંથી G7 સમિટ માટે કેનેડા જવા રવાના થયા છે.








