Get The App

VIDEO: PM મોદીને મળ્યું વધુ એક સન્માન, ઈથોપિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ગ્રેટ ઓનર નિશાન' એનાયત

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: PM મોદીને મળ્યું વધુ એક સન્માન, ઈથોપિયાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'ગ્રેટ ઓનર નિશાન' એનાયત 1 - image


PM Modi awarded 'Great Honor Nishan' : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દિવસ જૉર્ડન, ઈથોપિયા સહિતના દેશોની મુલાકાતે છે, ત્યારે મંગળવારે (16 ડિસેમ્બર) પીએમ મોદીને ઈથોપિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, 'ગ્રેટ ઓનર નિશાન'થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈથોપિયાના આ પુરસ્કાર સાથે પીએમ મોદીને અત્યારસુધીમાં વિશ્વભરના વિવિધ દેશોના 28 સર્વોચ્ચ નાગરિક સન્માનો પ્રાપ્ત થયા છે.

આ 140 કરોડ લોકોનું સન્માન: પીએમ મોદી

ઈથોપિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કર્યા પછી પીએમ મોદીએ કહ્યું કે, 'આ 140 કરોડ લોકોનું સન્માન છે. બધા ભારતીયો વતી હું આ સન્માનને અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે સ્વીકારું છું. આ સન્માન અસંખ્ય ભારતીયોનું છે, જેમણે આપણી ભાગીદારીને આકાર આપ્યો છે. મને આ દેશના સર્વોચ્ચ સન્માન, ઈથોપિયાના નિશાનનું મહાન સન્માન એનાયત કરવામાં આવ્યું છે તે બદલ હું ગર્વ અનુભવું છું. વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતા દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ ગર્વની વાત છે.'

અમે ઈથોપિયા સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ: પીએમ મોદી 

વધુમાં વડાપ્રધાને જણાવ્યું કે, 'જ્યારે વિશ્વ ગ્લોબલ સાઉથ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ઈથોપિયાનું સ્વાભિમાન, સ્વતંત્રતા અને આત્મસન્માનની લાંબા સમયથી ચાલતી પરંપરા આપણા બધા માટે એક સશક્ત પ્રેરણા છે. એજ પાર્ટનરશીપનું ભવિષ્ય હોય છે જે જીવન અને વિશ્વાસ પર આધારિત હોય છે. અમે ઈથોપિયા સાથે સહયોગને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, જે બદલાતા વૈશ્વિક પડકારોનો સામનો કરે છે અને નવી શક્યતાઓ બનાવે છે.'

જૉર્ડનથી પહેલી દ્વિપક્ષીય મુલાકાતે ઈથોપિયા પહોંચેલા પીએમ મોદીનું રાષ્ટ્રીય મહેલમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને અગાઉ કહ્યું હતું કે, તેઓ વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે ઈથોપિયન નેતૃત્વ સાથે વાતચીત કરવા આતુર છે.

આ પણ વાંચો: 'કાર ડિપ્લોમેસી' હવે નવો ટ્રેન્ડ! જૉર્ડનના પ્રિન્સ બાદ ઈથોપિયાના વડાપ્રધાને PM મોદી માટે ચલાવી કાર

ઈથોપિયાના વડાપ્રધાન ડૉ. અબી અહમદ અલીએ અદીસ અબાબા આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. તેઓ મોદીને તેમની કારમાં હોટેલ સુધી લઈ ગયા હતા. રસ્તામાં તેઓ પીએમ મોદીને સાયન્સ મ્યુઝિયમ અને ફ્રેન્ડશીપ પાર્ક લઈ ગયા હતા, જે તેમના પ્રવાસ કાર્યક્રમમાં સામેલ નહોતા. તેમણે પીએમ મોદીને ઇથોપિયન કોફીની વિવિધ જાતો વિશે પણ માહિતી આપી હતી.