Get The App

...તો PM મોદીએ રાજકારણમાં એન્ટ્રી જ ન કરી હોત? અમેરિકામાં ભારતીયો સમક્ષ કર્યો ખુલાસો

Updated: Sep 23rd, 2024

GS TEAM

Google News
Google News
...તો PM મોદીએ રાજકારણમાં એન્ટ્રી જ ન કરી હોત? અમેરિકામાં ભારતીયો સમક્ષ કર્યો ખુલાસો 1 - image


PM Modi Addressed Indian Diaspora In New York: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે (22મી સપ્ટેમ્બર) ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં પ્રવાસી ભારતીય સમુદાયને સંબોધિત કરતા કહ્યું હતું કે, 'મેં મારું જીવન સુશાસન અને સમૃદ્ધ ભારતને સમર્પિત કર્યું છે. મેં આ નિર્ણય એ જોતાં લીધો કે મારું ભાગ્ય જ મને રાજકારણમાં લાવ્યું છે. હું ક્યારેય મુખ્યમંત્રી કે વડાપ્રધાન બનવા માગતો નહોતો. છેલ્લા 10 વર્ષમાં લોકોએ સરકારનું આ મોડલ જોયું છે અને તેથી મને ત્રીજી વખત સત્તામાં લાવવા માટે વોટ આપ્યો છે.'

ભારતને ગણાવ્યો અવસરનો દેશ 

ન્યૂયોર્કમાં હજારો ભારતીય અમેરિકનોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, 'મેં અમારા ત્રીજા કાર્યકાળમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે ખૂબ જ મહત્ત્વકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે. ભારત આજે ભરપૂર અવસરનો દેશ બની ગયો છે.'

આ પણ વાંચો:'એક વાત કહું- ખોટું તો નહીં લાગે... ' ન્યૂયોર્કમાં ભારતીયોને વડાપ્રધાન મોદી કેમ આવું કહ્યું?


યુદ્ધ વિશે શું બોલ્યાં પીએમ મોદી? 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'આજે ભારત ગ્લોબલ પ્લેટફોર્મ પર કંઇ પણ બોલે છે તો આખી દુનિયા સાંભળે છે. જ્યારેં મેં દુનિયાના દેશોને કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી તો આખી દુનિયાએ એ વાત સમજી. આજે દુનિયામાં ક્યાંય પણ સંકટ દેખાય છે તો ભારત પ્રથમ પ્રતિક્રિયા આપનાર દેશ બની ગયો છે.' 

...તો PM મોદીએ રાજકારણમાં એન્ટ્રી જ ન કરી હોત? અમેરિકામાં ભારતીયો સમક્ષ કર્યો ખુલાસો 2 - image

Tags :