VIDEO: અબુ ધાબીમાં PM મોદીને ગાર્ડ ઑફ ઑનર, UAEમાં લોન્ચ કર્યા UPI અને RuPay કાર્ડ

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
VIDEO: અબુ ધાબીમાં PM મોદીને ગાર્ડ ઑફ ઑનર, UAEમાં લોન્ચ કર્યા UPI અને RuPay કાર્ડ 1 - image


PM Modi UAE Visit : યુએઈમાં આવેલા પહેલા હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અબુ ધાબી પહોંચી ચૂક્યા છે.

હવે UAEમાં પણ ચાલશે UPI અને Rupay Card

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત (UAE)ની બે દિવસીય મુલાકાતે છે. અબૂ ધાબી પહોંચવા પર UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને તેમનું સ્વાગત કર્યું. ભારતના UPIનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે હવે UAEમાં પણ UPI RuPay કાર્ડ પેમેન્ટ થઈ શકશે. વડાપ્રધાન મોદીએ યુએઈ પહોંચ્યા બાદ રાષ્ટ્રપિ અલ નાહ્યાન સાથે ત્યાં UPI અને RuPay કાર્ડ લોન્ચ કર્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ નાહ્યાનની સાથે RuPay કાર્ડથી પેમેન્ટ પણ કર્યું હતું.

વડાપ્રધાન મોદીને અપાયું ગાર્ડ ઑફ ઑનર

વડાપ્રધાન મોદીને ગાર્ડ ઑફ ઑનર અપાયું. સંયુક્ત અરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને વડાપ્રધાન મોદીને ગળે લગાવ્યા.

વડાપ્રધાન મોદી 2 દિવસના UAE પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે બે દિવસીય યાત્રા પર યુએઈના પ્રવાસે પહોંચ્યા છે. 14 ફેબ્રુઆરીએ તેઓ અબુ ધાબીમાં પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ધાટન કરશે. સાથે જ યુએઈમાં રહેતા ભારતીય મૂળના લોકોને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીયો ઉમટે તેવી શક્યતા છે. જોકે, આ કાર્યક્રમ પહેલા વરસાદે બધી મજા બગાડી દીધી છે. વરસાદના કારણે કાર્યક્રમનો સમય ઘટાડી દેવાયો છે.

યુએઈમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. તેનું ઉદ્ધાટન વડાપ્રધાન મોદીના હાથે કરાશે. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, યુએઈનું પહેલું હિન્દ મંદિર છે. આ મંદિરને 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે. જેમાં સાત ગોપુરમ અને અને મૂર્તિઓને કલાકારીની સાથે બનાવાઈ છે. આ ન માત્ર દેશમાં સાંસ્કૃતિક વિવિધતાને બતાવે છે, પરંતુ ભારત અને સંયુક્ત અરબ અમીરાત વચ્ચે સંબંધોને પણ મજબૂત બનાવવામાં ઘણું મહત્ત્વનું યોગદાન આપે છે. આ મંદિરમાં લગભગ 2000-5000 ભક્તોના મંદિરમાં આપવાની શક્યતા છે.

વડાપ્રધાન મોદીની યાત્રાનો મહત્ત્વનો કાર્યક્રમ

વડાપ્રધાન મોદી આજે દિલ્હીથી અબુ ધાબી પહોંચશે. સાંજના સમયે તેઓ અહલાન મોદી કાર્યક્રમમાં ભાગ લેશે અને લોકોને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે અત્યાર સુધી 65 હજારથી વધુ લોકોએ બુકિંગ કરાવ્યું છે. આ કાર્યક્રમ અબુ ધાબીના જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં થવાનો છે. તેઓ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન અને ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન અને ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ સહિત કેટલાક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન કેટલાક મુદ્દે પર વાતચીત પણ થશે.

વડાપ્રધાન મોદીની સાતમી UAE મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી (મંગળવાર) બે દિવસ સુધી યુએઈના પ્રવાસે રહેશે. 13 અને 14 ફેબ્રુઆરીએ જ્યારે વડાપ્રધાન યુએઈ જઈ રહ્યા છે તો એ નોંધાવું જોઈએ કે 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમની યુએઈની સાતમી મુલાકાત હશે. આ સિવાય છેલ્લા આઠ મહિનામાં વડાપ્રધાન ત્રીજી વખત મધ્ય પૂર્વના આ દેશમાં જઈ રહ્યા છે.


Google NewsGoogle News