World

ગાયત્રી મંત્ર દ્વારા વડાપ્રધાન મોદીનું ક્રોએશિયામાં ભવ્ય સ્વાગત : ક્રોએશિયાના વડાપ્રધાન વિમાન ગૃહે પહોંચ્યા

By GS TEAM
20 Jun 20251 min read
ગાયત્રી મંત્ર દ્વારા વડાપ્રધાન મોદીનું ક્રોએશિયામાં ભવ્ય સ્વાગત : ક્રોએશિયાના વડાપ્રધાન વિમાન ગૃહે પહોંચ્યા

- 'વંદે માતરમ્' : 'ભારત માતા કી જય' ગુંજી રહ્યા

- ભારતીય સમુદાયે સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા : પારંપરિક ભારતીય પરિધાનમાં નૃત્ય પ્રસ્તુતિ પણ કરાઈ

જગરેબ : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં યોજાયેલી જી-૭ પરિષદમાં કેનેડાના વડાપ્રધાનના વિશેષ આમંત્રણથી હાજર રહ્યા હતા. જતી વખતે તેઓ સાયપ્રસ ગયા હતા. પાછા વળતા બુધવારે ક્રોએશિયા પહોંચ્યા હતા. જગરેબનાં વિમાનગૃહે ક્રોએશિયાના વડાપ્રધાન આંદ્રેજ પ્લેકોવિકે તેઓનું સ્વાગત કર્યું હતું. આ સ્વાગત ક્રોએશિયા, ભારત અને તેના વડાપ્રધાનને કેટલું માન આપે છે. તે દર્શાવે છે.

વિમાન ગૃહેથી તેઓ હોટેલ પર પહોંચ્યા ત્યારે બદામી વસ્ત્રોમાં સજ્જ તેવા ભારતવંશીઓએ વંદેમાતરમ, ભારત માતા કી જયના સૂત્રોચ્ચાર સાથે સ્વાગત કર્યું હતું તે પછી તેઓએ ગાયત્રી મંત્ર સાથે ભારતના વડાપ્રધાનને આવકાર્યા હતા. આ પછી પારંપરિક વેશભૂષામાં નૃત્ય સ્વાગત નૃત્ય પણ કર્યું.

આ સ્વાગત અંગે તેઓએ એકસ પોસ્ટ પર લખ્યું : સંસ્કૃતિનાં બંધન મજબૂત અને જીવંત છે. ક્રોએશિયામાં ભારતીય સંસ્કૃતિને આટલુ બધુ માન મળે છે તે જાણી આનંદ થયો. ભારતવંશીઓને કરેલા સંબોધનમાં તેઓએ કહ્યું તમોએ આ દેશની પ્રગતિમાં ઘણું યોગદાન આપ્યું છે. સાથે ભારતમાં તમારા મૂળ રાખ્યા છે તે જાણી ઘણો જ આનંદ થયો છે. તેઓએ વધુમાં ઠ પોસ્ટ પર લખ્યું, મેં જગરેબમાં ભારતવંશીઓ પૈકી કેટલાએ સાથે વાતચીત કરી. તેઓએ મારૃં અવિસ્મરણીય સ્વાગત કર્યું છે.