Get The App

વડાપ્રધાન મોદીને ધાનાનો સર્વોત્તમ એવોર્ડ, 'ઓફિસર ઓફ ધ ઑર્ડર ઓફ ધી સ્ટાર'

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
વડાપ્રધાન મોદીને ધાનાનો સર્વોત્તમ એવોર્ડ, 'ઓફિસર ઓફ ધ ઑર્ડર ઓફ ધી સ્ટાર' 1 - image

- એટલાંટિકાના પૂર્વ અને પશ્ચિમ તરફના દેશો મહત્વના છે

- આ પદક સ્વીકારતા તેઓએ કહ્યું : 'આ મારી અંગત સિદ્ધિ નથી પરંતુ 140 કરોડ ભારતીયોની સિદ્ધિ છે, આથી બંને દેશોની મૈત્રી ગાઢ બની છે'

અષ્કા/નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધાનાના પ્રમુખ જ્હોન ડ્રામાની મહામત્યે ધાનાના સર્વોવ્ચ એવોર્ડ 'ઓફિસર ઓફ ધ ઑર્ડર ઓફ ધી સ્ટાર' થી નવાજ્યા હતા. તેઓએ સ્વહસ્તે જ ધાનાના રાષ્ટ્રધ્વજના રંગોની બનેલી પટ્ટી અને તે સાથેનો ચંદ્રક નરેન્દ્ર મોદીને પહેરાવ્યા હતા.

આ બહુમાન સ્વીકારતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, આ મારી અંગત સિદ્ધિ નથી, પરંતુ ૧૪૦ કરોડ ભારતીયોની સિદ્ધિ છે. આ એવોર્ડ બંને દેશો વચ્ચેન મૈત્રીના પ્રતીક સમાન છે. સાથે મારી ઉપર બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પ્રબળ કરવાનું ઉત્તર દાયિત્વ લાદે છે.

ઉલ્લેખનીય છે કે, ધાના પણ ભારતની જેમ જ એક સમયે બ્રિટનના તાબામાં હતું. ત્યાં અત્યારે ભારતની જેમ અંગ્રેજી ભાષા પણ લિંગ્વા-ફ્રેન્કા (સર્વમાન્ય ભાષા) બની રહી છે. સીસ-સહરની-સ્ટેટસમાં નાઇજીરિયાની જેમ જ ધાના પણ એક અગ્રીમ દેશ બની રહ્યો છે. પરંતુ નાઇજીરિયા અત્યારે ઉત્તરમાં કટ્ટરવાદી તત્વોનો ભોગ બની રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ તેઓની આ મુલાકાતને ઐતિહાસિક કહી હતી.

આ મુલાકાત દરમિયાન મોદી અને મહામા વચ્ચે બહુવિધ ક્ષેત્રે એમ.ઓ.યુ. થયા હતા. તેમાં સાંસ્કૃતિક આપલે કાર્યક્રમો જેવા કે કલા, સંગીત, નૃત્ય, સાહિત્ય અને વારસાઈની આપ-લે કરવા નિર્ણય લેવાયો હતો. ઉપરાંત, બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડઝ અને ધાના સ્ટાન્ડર્ડઝ ઓથોરિટી વચ્ચેના કરારો ધ્યાનકર્ષક બની રહ્યા છે. સ્ટાન્ડર્ડ માપ-તોલ-માટેનાં સર્ટિફીકેટસ પણ કેમ બનાવવા તે મોદી સાથે આવેલા પ્રતિનિધિ મંડળના સભ્યોએ ધાનાના અધિકારીઓને સમજાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મોદી એટલાંટિક મહાસાગરના પૂર્વ અને પશ્ચિમ તેમ બંને તટના દેશોની મુલાકાતે છે. તેનો હેતુ સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં આફ્રિકન યુનિયનના ૫૭ દેશો અને દક્ષિણ અમેરિકાના દેશોના મત, ભારતને સલામતી સમિતિમાં કાયમી સ્થાન અપાવવામાં મહત્વના બની શકે તેમ છે. મોદી અહીંથી ટ્રિનિડાડ- ટોબેગો, આર્જેન્ટિના અને નામિબિયા જશે. નાભબિયાના સ્થાપક રાષ્ટ્રપિતા સામ નુ જોમા જેઓ ૮ ફેબુ્રઆરીએ જ સ્વર્ગસ્થ થયા તેને શ્રધ્ધાંજલિ અર્પશે.

ચીને એટલાંટિક તરતાં ગામ્બીયામાં (પ.આફ્રિકા)માં લશ્કરી થાણું નાખ્યું છે તે સંદર્ભે મોદીની આ મુલાકાત મહત્વની છે.