Get The App

અમેરિકાના સાન ડિએગોમાં વિમાન ક્રેશ, છ લોકો ગુમ, કાટમાળ સુધી પહોંચવા તપાસ અભિયાન પૂરજોશમાં

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકાના સાન ડિએગોમાં વિમાન ક્રેશ, છ લોકો ગુમ, કાટમાળ સુધી પહોંચવા તપાસ અભિયાન પૂરજોશમાં 1 - image

San Diego Plane Crash : કેલિફોર્નિયાના સાન ડિએગોના દરિયાકાઠાં પાસે એક વિમાન ક્રેશ થયું છે, જેમાં સવાર તમામ છ મુસાફરો ગુમ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રાઈવેટ કંપનીનું સેસના 414 વિમાન ક્રેશ થઈ ગયું છે. અમેરિકન કોસ્ટ ગાર્ડ અને અન્ય એજન્સીઓએ વિમાનનો કાટમાળ શોધવા માટે પૂરજોશમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે.

પ્રશાંત મહાસાગરમાં ક્રેશ થયું વિમાન

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ કહ્યું કે, ‘રવિવારે બપોરે લગભગ 12.30 કલાકે વિમાન ક્રેશ થયું છે. વિમાન સાન ડિએગોના પોઈન્ટ લોમા દ્વીપના કિનારે ઉડી રહ્યું હતું, આ વિસ્તાર પ્રશાંત મહાસાગરના કિનારે આવેલો છે અને સમુદ્રની ઊંડાઈ આશરે 200 ફૂટ હોવાનું કહેવાય છે. આ જ સ્થળે વિમાનનો કાટમાળ પડ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો : US એરપોર્ટ પર ભારતીય સ્ટુડન્ટ સાથે ગુનેગાર જેવો વ્યવહાર, જુઓ VIDEO

ખરાબ હવામાનના કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી

એફએએ અને રાષ્ટ્રીય પરિવહન સલામતી બોર્ડ દ્વારા વિમાનનો કાટમાળ તેમજ ગુમ થયેલા છ લોકોને શોધવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. વિમાન બેઠેલા મુસાફરોના નામ શું છે અને તેઓ જીવતા હોવાની કોઈ પુષ્ટી થઈ નથી. બીજીતરફ ખરાબ હવામાનના કારણે બચાવ કાર્યમાં અચડણો ઉભી થઈ રહી છે. કોસ્ટ ગાર્ડ સ્થાનીક તરવૈયાઓ, હેલિકોપ્ટરો અને હોળીઓની મદદ લઈને તપાસ અભિયાન ચલાવી રહ્યા છે. જોકે ખરાબ હવામાનના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી રહી છે.

આ પણ વાંચો : જાપાનમાં અમેરિકન એરબેઝ પર વિસ્ફોટ, ચાર સૈનિકો ઘાયલ

Tags :