World

અમેરિકામાં રોડ ઉપર પ્લેનનું ક્રેશ-લેન્ડિંગ આ નાનાં પ્લેને કેટલીએ મોટરોને ટક્કર મારી

By GS TEAM
10 Feb 20262 mins read
અમેરિકામાં રોડ ઉપર પ્લેનનું ક્રેશ-લેન્ડિંગ આ નાનાં પ્લેને કેટલીએ મોટરોને ટક્કર મારી

- જ્યોર્જિયાનાં ગેઇન્સ વિલેમાં એરપોર્ટ ઉપરથી સિંગલ એન્જિન પ્લેન ઉપડયું તો ખરૂં પરંતુ એન્જિનમાં ખામી જણાતાં પાછુ ફર્યું

ગેઇન્સ-વિલે (જ્યોર્જિયા) : માનવ ઇતિહાસમાં હજી સુધીમાં નોંધાયેલી અઢળક સંપત્તિ અને સમૃદ્ધિ અને શક્તિ ધરાવતા અમેરિકામાં કાર અકસ્માતોની જેમ હવે, વિમાનના અકસ્માતો થઈ રહ્યા છે. અમેરિકાના પૂર્વ વિસ્તારમાં આવેલા જ્યોર્જિયા રાજ્યનાં ગેઇન્સ-વિલેમાં માર્ગ ઉપર જ એક નાનું પ્લેન અચાનક રોડ ઉપર ઉતર્યું અને તે કેટલીએ મોટરો સાથે અથડાયું હતું. પરંતુ સદભાગ્યે કોઇને ગંભીર ઇજાઓ થઈ નથી.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળે છે કે તે પ્લેન સિંગલ એન્જિન પ્લેન છે. તેણે બાઉન્સ બ્રિજ રોડ અને પર્વનિકસ પાર્કવેને જોડતા માર્ગ ઉપર ઇમર્જન્સી લેન્ડીંગ કર્યું હતું.

પોલિસ રિપોર્ટનો હવાલો આપતાં સ્થાનિક મિડીયા જણાવે છે કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને (એફએએ) કહ્યું હતું કે, હોકર બીચક્રાફટ બીઈ-૩૬ પ્રકારનું વિમાન ગેઇન્સવિલેનાં એરપોર્ટ ઉપરથી સોમવારે બપોરે ૧૨.૧૦ કલાકે (સ્થાનિક સમય મુજબ) આકાશ સ્થિત થયું હતું. ત્યાં થોડા જ સમયમાં એન્જિનમાં કશી મુશ્કેલી હોવાની પાયલોટે ગ્રાઉન્ડ કંટ્રોલને ખબર આપી અને તુર્ત જ પાછું ફર્યું.

નેશનલ ટ્રાન્સપોર્ટ સિકયુરિટી બોર્ડ (એનટીબી) એ વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ગેઇન્સ વિલેના ડિસ્મર મેમોરિયલ એરપોર્ટ ઉપરથી કેન્ટનની એરોકી કાઉન્ટીનાં રીજીયનલ એરપોર્ટ તરફ રવાના થયું પરતું તેનાં એન્જિનમાં ક્ષતિ જણાતા તે હવામાં રહેવાની શકિત પૂરી પાડી શકે તેમ ન હોવાથી પાયલોટે પ્લેન પાછું ગેઇન્સ વિલે વાળ્યું. પરંતુ એરપોર્ટ સુધી પહોંચી શકે તેમ ન હોવાથી મુખ્ય રોડ ઉપર ઉતર્યું તેથી આસપાસ રહેલી મોટરોને ટક્કર મારી હતી. સદ્ભાગ્યે કોઇને ઇજાઓ થઈ ન હતી.