Get The App

અમેરિકામાં 10 લોકોને લઈ જતું વિમાન અચાનક અલાસ્કામાં ગુમ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

Updated: Feb 7th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકામાં 10 લોકોને લઈ જતું વિમાન અચાનક અલાસ્કામાં ગુમ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું 1 - image

Missing Plane: અમેરિકામાં ગુરુવારે (6 ફેબ્રુઆરી) 10 લોકોથી ભરેલું બેરિંગ એર વિમાન બપોરે અલાસ્કાના નોમ પાસે અચાનક ગુમ થઈ ગયું હતું. આ વિમાન અલાસ્કાના ઉન્નાલક્લીટ શહેરથી બપોરે 2:37 વાગ્યે (લોકલ ટાઇમ) ઉડાન ભર્યા બાદ 3:16 બાદ રડારથી ગુમ થઈ ગયું હતું. આ જાણકારી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર ડેટાથી મળી છે. ગુમ વિમાન સેસના 208B ગ્રાન્ડ કારવાં હતું, જેમાં એક પાયલટ સહિત કુલ 10 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, હાલ વિમાનને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે. 

પહાડોમાં ચાલી રહ્યું છે તપાસ અભિયાન

અલાસ્કાના સાર્વજનિક સુરક્ષા વિભાગના જણાવ્યા અનુસાર, પહાડોમાં સ્થાનિક લોકોની મદદથી જમીન પર તપાસ અભિયાન ચાલી રહ્યું છે. જોકે, ખરાબ વાતાવરણના કારણે હવાઈ તપાસને હાલ રોકવામાં આવી છે. હાલ ટીમ વિમાનના અંતિમ લોકેશનની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.  

આ પણ વાંચોઃ 'તને મારી નાખતાં જરાય નહીં ખચકાઉ...' ઇરાનના સાંસદે ટ્રમ્પને ધમકાવતા સનસનાટી મચાવી

અમેરિકન સરકારે નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઑક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ અનુસાર, અમેરિકાના બાકીના રાજ્યોની તુલનામાં અલાસ્કામાં એર ટેક્સી અને નાના વિમાનોની દુર્ઘટના વધુ થાય છે. અલાસ્કામાં પહાડી વિસ્તાર અને મુશ્કેલ વાતાવરણ હોય છે. અહીં અનેક ગામડાં રસ્તા સાથે જોડાયેલા નથી, તેથી લોકો અને સામાનની અવર-જવર માટે નાના વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના આદેશથી દુનિયાભરમાં ખળભળાટ, આંતરરાષ્ટ્રીય કોર્ટ પર પ્રતિબંધ મૂક્યો, શું નેતન્યાહૂ છે કારણ?

આ પહેલાં પણ સર્જાઈ હતી દુર્ઘટના

બેરિંગ એર અલાસ્કાની એક પ્રાદેશિક એરલાઇન છે. જે આશરે 39 વિમાન અને હેલિકોપ્ટર સંચાલિત કરે છે. આ જાણકારી ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટરડાર 24ના ડેટામાં આપવામાં આવી છે. અમેરિકાથી સતત વિમાન દુર્ઘટનાની ખબર આવતી રહે છે. આ પહેલાં અમેરિકાના ફિલાડેલ્ફિયામાં 1 ફેબ્રુઆરીએ એક નાનું પ્લેન ક્રેશ થયું, ત્યારબાદ અનેક ઘરમાં આગ લાગી હતી. આ વિમાનમાં છ લોકો સવાર હતા. જે વિમાન ક્રેશ થયું તે લિયરજેટ 55 એરક્રાફ્ટ હતું. વિમાન સ્પ્રિંગફીલ્ડ બ્રૈંસન નેશનલ ઍરપોર્ટ જઈ રહ્યું હતું.