શહબાઝની ચીનની યાત્રા દરમિયાન CPEC નું બીજું ચરણ શરૂ કરાશે : પરંતુ બલુચો તેની ઉપર તૂટી પડશે

- આ બીજાં ચરણમાં મુલ્તાન સક્કર મોટરવે આઈટી સ્નાતક પ્રશિક્ષણ AI ઔદ્યોગિક પાર્ક, Fll, SEZ અને કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા અપાશે
ઇસ્લામાબાદ : પાકિસ્તાન સરકારે જાહેર કર્યું છે કે વડાપ્રધાન શહબાઝ શરીફ આ મહિનાના અંતમાં ચીન જવાના છે. ત્યાં તેઓ ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરના બીજાં ચરણનો આરંભ કરશે. આ માહિતી આપતાં યોજના અને વિકાસ મંત્રી અહેસાન ઇકબાલ આપી હતી. તેઓને આ સીપીઈસીના નોડલ મિનિસ્ટર પદે પણ નિયુક્ત કરાયા છે.
શરીફની ચીનની આ મુલાકાત બંને વચ્ચે આર્થિક સહકાર ગાઢ કરવાનિ દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. શહબાઝ શરીફ ૩૧ ઓગસ્ટથી ૧લી સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી શાંઘાઈ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન (એચસીઓ)ની બેઠકમાં પણ ભાગ લેશે. દરમિયાન તેઓ શી જિનપિંગ અને પુતિનને પણ મળવાની સંભાવના છે. તેમ કહેતાં ઇકબાલે કહ્યું હતું કે સી.પી.ઈ.સી.માં સંખ્યા કરતાં ગુણવત્તા પર વધુ ભાર મુકાશે. આ સીપીઈસી-ટુમાં મુલ્તાન સરકાર મોટર-વે, આઈટી-સ્નાતક, શિક્ષણ, એ.આઈ., ઔદ્યોગિક પાર્ક, ખનન (ખનિજ), સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (એસઇઝેડ) અને કૃષિ ક્ષેત્રને મહત્વ આપવામાં આવશે.
આ ચાયના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ચીનનાં ગોબી ડેઝર્ટના દક્ષિણ ભાગે આવેલાં ત્સિયાનથી શરૂ થઈ ઝિંગગ્યાંના પ્રાંતનાં હોનાન, ચારકંદ, કાશ્ગર થઇ પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં થઈ મુલ્તાન અને સક્કર થઇ ક્વેટા અને હલાત પહોંચી ત્યાંથી છેક બલુચિસ્તાન સિંધી ગ્વાડર (બલુચિસ્તાનના છેક દક્ષિણ પશ્ચિમ) ભાગે પહોંચશે.
પ્રશ્ન તે છે કે ત્સિયાનથી શરૂ કરી પેશાવર સુધી ઇકોનોમી જ ક્યાં છે ? તે સમગ્ર રણ પ્રદેશ છે. તેમજ ક્વેટાથી ગ્વાડર સુધી પણ રણ છે.
બીજી તરફ બલુચીસ્તાનમાંથી તેલ, તેમજ ત્યાં મળતી રેર અર્થસ સહિતનું ખનિજ પાકિસ્તાન અને ચીન સાથે મળી ખેંચી જવાના છે. તે જાણી બલુચો ગુસ્સે ભરાયા છે. તેમનું બલુચ લિબરેશન આર્મી તે પ્રોજેક્ટ (સીપીઈસી) પૂરો થવા દેસે કે કેમ તે પ્રશ્ન છે. અત્યારે જ ગ્વાડર તથા સિંધમાં પણ રહેલા ચીનાઓની હત્યા થઈ રહી છે. સામાન્ય સમજણની વાત છે કે આ પ્રોજેક્ટ કદાચ પૂરો થશે નહીં અને જો પૂરો થાય તો પણ તે કૈં બહુ મોટો આર્થિક લાભ આપી શકે જ નહીં. શરીફ શી ઝિનપિંગ ભલે સપનાં જુએ.








