For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

બાળકોને પણ રસી અપાશે : અમેરિકામાં 12થી 15 વર્ષના બાળકો માટે Pfizer-બાયોએનટેકની રસીને મંજૂરી

Updated: May 11th, 2021

Article Content Image

 નવી દિલ્હી, તા. 11 મે 2021, મંગળવાર

કોરોના કાળની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને(એફડીએ) સોમવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. એફડીએ દ્વારા 12થી 15 વર્ષના બાળકો માટે ફાઇજર-બાયોએનટેકની રસીને ઇમરજન્સી વપરાશ માટેની મંજૂરી આપી છે. એફડીએના અધિકારી જેનેટ વુડકૉકે આ નિર્ણયને કોરોના મહામારી સામેની લડતમાં મહત્વપૂર્ણ ગણાવ્યો છે. 

તેમણે કહ્યું કે આ નિર્ણય બાળકોના હિતમાં તો છે જ પરંતુ સાથે જ તેમને એક સામાન્ય જીવન જીવવામાં પણ મદદ કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ફાઇઝરની આ રસીને 16 વર્ષથી ઉપરના લોકો માટે મંજૂરી આપવામાં આવી હતી. જેનેટે જણાવ્યું કે બાળકોની રસીને મંજૂરી મળવાથી આપણે તેમને આ કોરોના મહામારીના પ્રકોપથી બચાવી શકીશું. આ નિર્ણય જીવનને સામાન્ય બનાવવામાં અને કોરોનાને હરાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

જેનેટે માતા પિતાને આ રસીને લઇને વિશ્વાસ અપાવ્યો છે. તેમણે કહ્યું કે કોઇ પણ ખચકાટ વગર બાળકોને રસી અપાવો. આ રસી તમમા પરીક્ષણોમાં સફળ થઇ છે. એફડીએ દ્વારા તમામ આંકડાને ગંભીરતાથી સમીક્ષઆ કરી છે અને ત્યારબાદ જ તેને મંજૂરી આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે ફાઇજરે માર્ચ 2021માં કહ્યું હતું કે તેમની રસી 12 વર્ષથી મોટી ઉંમરના બાળકો માટે સુરક્ષિત છે. આ સિવાય અમેરિકાનો પુરતો પ્રયત્ન છે કે બાળકોની શાળા ખુલ્યા પહેલા તેમનું રસીકરણ કરી દેવામાં આવે. ફાઇજરે માર્ચ મહિનામાં આંકડા જાહેર કરીને કહ્યું હતું કે 12થી 15 વર્ષના 2260 વોલંટિયર્સને આ વેક્સિન આપવામાં આવી હતા, જેમાંથી એક પણ બાળકને કોરોના થયો નથી . ફાઇજરે આ રસી બાળકો માટે 100 ટકા અસરકારક હોવાનો દાવો કર્યો છે.

Gujarat