પીટર નવારોનો 'લવારો', યુક્રેન યુધ્ધને મોદી વૉર ગણાવ્યું, આંકડા અને તથ્યોથી વિપરિત નિવેદન
ભારતે શાંતિની સ્થાપના માટે પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો.
ભારત દુનિયામાં સૌથી ટેરિફ વસુલતું હોવાના દાવાથી ઘણું જ ઓછું
ન્યૂયોર્ક,૨૮ ઓગસ્ટ,૨૦૨૫,ગુરુવાર
યુક્રેન યુધ્ધ હકિકતમાં મોદી વૉર છે વ્હાઇટ હાઉસના સલાહકાર અને ડોનાલ્ડ ટ્રમ્પના એક વરિષ્ઠ સહયોગી પીટર નવારોના નિવેદનથી વિવાદ જાગ્યો છે. આ ઉપરાંત ભારત પર રશિયા પાસેથી સસ્તા દરે તેલની ખરીદી કરીને યુધ્ધને ભડકાવવાનો પણ આરોપ મઢયો હતો. બ્લૂમબર્ગને આપેલા એક ઇન્ટરવ્યુમાં નવારોએ કહયું હતું કે ભારત જો રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દે તો અમેરિકા ટેરિફમાં ૨૫ ટકા જેટલી છુટ આપી શકે છે. જો કે નવારોના આ તથ્યો અને આરોપોને ભારતે નકારી કાઢયા છે.
ભારતે રશિયા યુક્રેન યુધ્ધનો વાતચીત અને કૂટનીતિના માધ્યમથી ઉકેલ લાવવાની હંમેશા અપીલ કરી છે. જુલાઇ ૨૦૨૨માં એસસીઓ સમરકંદ શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬ જુલાઇ ૨૦૨૨ના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહયું હતું કે હાલનો યુગ યુધ્ધનો યુગ નથી. ત્યાર પછી ઓગસ્ટ ૨૦૨૪માં યુક્રેનની રાજધાની કિવ જઇને સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ભારત તરફથી તમામ પ્રકારની મદદ ઓફર કરી હતી. કિવ પ્રવાસ પછી મોદીએ તત્કાલિન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાત કરી હતી. જેમાં ભારતે શાંતિની સ્થાપના માટે પોતાનો પક્ષ મજબૂતીથી રજૂ કર્યો હતો.
રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદવું ભારતના ૧.૪ અબજ લોકોને સસ્તી ઉર્જા ખરીદવા અને વૈશ્વિક ભાવોમાં સ્થિરતા લાવવા માટે એકાધિકાર બને છે.નવારો આ દાવાને નજર અંદાજ કરે છે કે ભારતે ૨૦૨૨માં રાહત દરે કાચા તેલની ખરીદી કરીને ૧૭ થી ૧૫ અબજ ડોલર બચાવ્યા હતા. આથી ૨૦૨૨માં પ્રતિ ડોલર કિંમત ૧૩૭ ડોલરથી આગળ વધતા અટકાવી શકાયા હતા. અમેરિકાએ પહેલા પણ બજારને સ્થિર રાખવા માટે આ પ્રકારની ખરીદીને પ્રોત્સાહન આપ્યું હતું.
ભારતના વિદેશ મંત્રાલયે ૨૦૨૪માં યુરોપીય સંઘના ૬૭.૫ અબજ યુરોનો માલ વ્યાપાર અને અમેરિકા તરફથી રશિયા યુરેનિયમ અને ફર્ટિલાઇઝરની આયાતનો દાખલો આપીને અમેરિકાના જુઠનો પદાર્ફાશ કર્યો છે.નવારોએ આર્થિક તથ્યો પર પણ ધ્યાન આપવું જોઇએ જેમ કે ભારતને સરેરાશ લાગુ ટેરિફ ૪.૫૯ ટકા છે. વિશ્વ બેંકના ડેટા ૨૦૨૪ -૨૫)માં કોઇ જ બદલાવ નથી. ભારત દુનિયામાં સૌથી ટેરિફ વસુલતું હોવાના દાવાથી ઘણું જ ઓછું છે. સામાન્ય ટેરિફ ૧૬.૨ ટકા અને નકકી કરેલો દર ૫૦.૮ ટકા છે.
આ વિકાસશીલ દેશોની અર્થ વ્યવસ્થાઓને સુધારવા માટે સુરક્ષાત્મક છે. નવારોનો દાવો વિશ્વ વેપાર સંગઠનની પ્રતિબધ્ધતાઓને નજર અંદાજ કરે છે. ૧.૪ અબજ લોકોની અન્ન સુરક્ષા માટે ઉચ્ચ કૃષિ ટેરિફ ૧૧૩.૧ ટકાની પરવાનગી આપે છે. હાલના વર્ષોમાં અમેરિકી સામાનો જેમ કે બોરબન ૧૫૦ થી ૧૦૦ ટકા, મોટર સાયકલ પર ૫૦ થી ૬૦ ટકાના સ્થાને ૩૦ થી ૪૦ ટકાનો કાપ મુકયો છે તેની ઉપેક્ષા કરવામાં આવી છે.