Get The App

વિશ્વના આ દેશના લોકો સૌથી વધુ શરાબી, જાણો ભારતમાં કેટલો પીવાય છે દારું ?

શરાબનું સૌથી વધુ સેવન કરતા ૧૦ દેશોમાંથી ૮ દેશ યુરોપના છે

ભારતમાં માથા દિઠ વાર્ષિક શરાબ વપરાશ ૫.૭ લિટર છે.

Updated: Mar 25th, 2025

GS TEAM

Google News
Google News
વિશ્વના આ દેશના લોકો સૌથી વધુ શરાબી, જાણો ભારતમાં કેટલો પીવાય છે દારું ? 1 - image

નવી દિલ્હી, ૨૫ માર્ચ,૨૦૨૫,મંગળવાર 

શરાબનું વ્યસન દુનિયા ભરમાં વધતું જાય છે ભારતમાં શરાબના વ્યસનની ખૂબજ ગંભીર નોંધ લેવામાં આવે છે. ગુજરાત અને બિહાર જેવા કેટલાક રાજયોમાં દારુના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે. અમેરિકા, રશિયા અને યુરોપ સહિતના દેશોમાં  શરાબનો બેરોકટોક ઉપયોગ થાય છે. જો કે વિશ્વમાં સૌથી શરાબ અમેરિકા, રશિયા કે કેનેડામાં નહી પરંતુ મોલ્દોવા નામના યુરોપિયન દેશમાં પીવાય છે. ૨૪.૬ લાખ લોકોની વસ્તી ધરાવતા મોલ્દોવામાં વર્ષે ૧૫.૨ લીટર દારુ પીવાય છે. પૂર્વી યુરોપનો આ દેશ પહેલા સોવિયત સંઘનો એક ભાગ હતું.

૧૯૯૨માં સોવિયત સંઘના વિઘટનની સાથે જ રશિયાથી છુટું પડયું હતું. મોલ્દોવાનો જીડીપી પ્રતિ વ્યકિત ૬૭૨૯.૪૧ ડોલર છે. મોલ્દોવ પછી વાર્ષિક માથાદિઠ ૧૫ લિટર શરાબ વપરાશ સાથે લિથુઆનિયા બીજા ક્રમે છે. ત્યાર પછી ચેક ગણરાજયમાં વર્ષે ૧૪.૪ લિટર,સેશલ્સ ૧૩.૮ લિટર, સેશેલ્સ ૧૩.૮ લિટર, જર્મનીમાં ૧૩.૪ લિટર,નાઇજીરિયા,૧૩.૪ લિટર,આયરલેંડ ૧૩ લિટર, બેલ્જિયમમાં ૧૨.૧ લિટર, રશિયા ૧૧.૭ લિટર,ઓસ્ટ્રીયા ૧૧.૬ લીટર,એસ્ટોનિયામાં ૧૧.૩ લિટર,પોલેન્ડમાં ૧૧.૬ લિટર અને સ્વિર્ત્ઝલેન્ડ૧૧ લીટર શરાબનો વપરાશ થાય છે.

વિશ્વના આ દેશના લોકો સૌથી વધુ શરાબી, જાણો ભારતમાં કેટલો પીવાય છે દારું ? 2 - image

ભારત આ લિસ્ટમાં ખૂબજ નીચે છે ભારતમાં માથા દિઠ વાર્ષિક શરાબ વપરાશ ૫.૭ લિટર છે. ભારતમાં શરાબનો વપરાશ વધતો જાય છે પરંતુ અન્ય દેશોની સરખામણીમાં માથાદિઠ પ્રમાણ ઓછું છે. શરાબનું સૌથી વધુ સેવન કરતા ૧૦ દેશોમાંથી ૮ દેશ યુરોપના છે. સૌથી ઓછો વપરાશ ધરાવતા ૧૦ દેશામાંથી ૯ દેશો ઇસ્લામ ધર્મ પાળે છે.કુવૈત દુનિયાનો એક માત્ર દેશ છે જયાં શરાબનો વપરાશ શુન્ય છે.