Get The App

બલૂચિસ્તાનમાં લોકોએ ઈમારતો પરથી પાક. ઝંડો હટાવી બલોચ ધ્વજ ફરકાવ્યો

Updated: May 9th, 2025

GS TEAM


Google News
Google News
બલૂચિસ્તાનમાં લોકોએ ઈમારતો પરથી પાક. ઝંડો હટાવી બલોચ ધ્વજ ફરકાવ્યો 1 - image


- ફેરવેલ ટુ પાકિસ્તાન, વેલકમ ટુ બલૂચિસ્તાન

- બલોચ બળવાખોરોએ રિમોટ બોમ્બથી પાકિસ્તાનના સૈનિકોની ગાડી ઉડાવી : બે સ્થળે હુમલામાં 14 સૈનિકોનાં મોત નીપજ્યાં

ક્વેટા : બલૂચિસ્તાનમાં બલોચ બળવાખોરો પાકિસ્તાની સૈન્ય સામે તેનું આક્રમણ વધાર્યું છે. ભારત સાથે સરહદ પર ઘર્ષણ વચ્ચે પાકિસ્તાની સૈન્ય ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. આવા સમયે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું છે.

ભારત સાથે યુદ્ધ વચ્ચે ગુરુવારે બલોચ પત્રકાર મિર યાર બલોચે એક્સ પર એક પોસ્ટ શૅર કરીને દાવો કર્યો હતો કે, બલૂચિસ્તાનમાં લોકોએ ઈમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો ઉતારી લેવાનું અને બલૂચિસ્તાનનો સ્વતંત્ર ઝંડો લગાવવાનું શરૂ કરી દીધું છે. દુનિયા માટે પાકિસ્તાનમાંથી તેમના રાજદ્વારી મિશન્સ પાછા ખેંચવાનો અને નવા ઊભરી રહેલા બલૂચિસ્તાનમાં તેમને ખસેડવાનો સમય આવી ગયો છે. પાકિસ્તાનને વિદાય, બલૂચિસ્તાનમાં આવકાર.

દરમિયાન બલૂચિસ્તાન લિબરેશન આર્મીના બળવાખોરોએ બોલન ઘાટીમાં પાકિસ્તાની સૈનિકોના એક વાહનને રિમોટ બોમ્બથી ઉડાવી દીધું હતું. આ વિસ્ફોટમાં વાહનના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર બધા જ ૧૨ સૈનિકોનાં મોત નીપજ્યાં હતા. આ સિવાય બલોચ બળવાખોરોએ પાકિસ્તાનના બોમ્બ વિરોધી ટૂકડીને ટાર્ગેટ કરતા એક આઈઈડી વિસ્ફોટ પણ ક્રયો હતો, જેમાં બે સૈનિક માર્યા ગયા હતા. આ રીતે બીએલએએ એક જ દિવસમાં પાકિસ્તાની સૈન્યના ૧૪ સૈનિકોના મોત નીપજાવ્યા હતા. બીએલએના પ્રવક્તા જિયાંદ બલોચે કહ્યું કે, તમે જોઈ શકો છો કે કેવી રીતે પાકિસ્તાનનું સૈન્ય બસ ચીનના બનાવેલા પ્રોજેક્ટ્સની સુરક્ષામાં લાગેલું રહે છે. આ પાકિસ્તાનની સેના નથી માત્ર એક બિઝનેસ ગ્રૂપ છે. અમે પાકિસ્તાનની સેના વિરુદ્ધ અમારું યુદ્ધ ચાલુ રાખીશું.

Tags :