અવળચંડા ચીનની વધુ એક નાપાક હરત, દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત ટાપુ પર યુધ્ધાભ્યાસ શરૂ કર્યો
પેન્ટાગોન, તા. 3 જુલાઇ 2020, શુક્રવાર
કોરોના વાયરસને લઇને એક તો પહેલાથી અમેરિકા અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે ત્યાં ફરી એકવાર ચીનના એક પગલાથી પેન્ટાગોન નારાજ થયું છે. ચીને દક્ષિણ ચીન સાગરમાં આવેલા વિવાદિત ટાપુ પર યુદ્ધાભ્યાસ શરુ કર્યો છે. જોકે, ચીનની આ હરત પર અમેરિકા નારાજ થયું છે અને પેન્ટાગોને આકરતા શબ્દમાં ચીનની આ હરકતને વખોડી કાઢી હતી ઉપરાંત પેન્ટાગોને 2002ના પ્રસ્તાવને યાદ અપાવ્યો.
દક્ષિણ ચીન સાગરના પાર્સલ દ્વીપ પર ચીનએ 1 થી 5 જુલાઇ સુધી સૈન્ય અભ્યાસનો નિર્ણય કર્યો છે. ચીનના નિર્ણય પર પેન્ટાગોને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચીનના આ પગલાથી આ વિસ્તારમાં તણાવ વધશે. અને તાઇવાન, વિયતનામ અને ચીનના સીમા વિવાદ પર અસર થશે અને અજુગતુ થવાની પરિસ્થિતી સર્જાઇ શકે છે.
અમેરિકાએ ચીનને દક્ષિણ ચીન સાગરના મામલે 2002ના પ્રસ્તાવને યાદ અપાવ્યો છે. જેમાં વિવાદ વધે નહીં અને શાંતિ ભંગ કરતી પ્રવૃત્તિ ટાળવાનું કહેવામાં આવ્યું હતું.
અમેરિકા દ્વારા બેટુક કહેવાયુ છે કે હાલનો સૈન્ય અભ્યાસ વિસ્તારમાં ચીનના ગેરકાયદે સમુદ્ર પર કબજાને મજબુત કરવા અને પડોશી દેશોના અધિકારને ખતમ કરવાની જુની ગતિવિધિયોનો હિસ્સો છે.
નોધનીય છે કે, ચીન દક્ષિણ ચીન સાગરના મોટા વિસ્તાર અને પાર્સેલ દ્વીપ પર પોતાનો દાવો કરી રહ્યુ છે. અમેરિકા લાંબા સમયથી ચીનના આ દાવાને નકારતું આવ્યું છે. કોરોના મહામારીના કારણે અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી ગયો છે. રાષ્ટ્રપતિ ટ્રંપ ચીન પર કોરાના વાયરસને લગતી જાણકારી છુપાવવાનો આરોપ લગાવી ચુક્યા છે. સાથે જ ડબલ્યુએચઓ (WHO)પર પણ ચીનને બચાવવાનો આરોપ લગાવતા સંબંધો તોડી નાખ્યા છે.