- 'શટ-ડાઉન'ની ઘેરી અસર
- જોકે આ ઘણી ઓછી રકમ છે : પે-રોલ માટે ૬.૫ બિલિયન ડોલર્સ જોઈશે, તેમ ગત સપ્તાહે ટ્રમ્પ તંત્રે કોંગ્રેસને જણાવ્યું હતું
વોશિંગ્ટન : પેન્ટાગોને શુક્રવારે સ્વીકાર્યું હતું કે, 'સરકારી શટ-ડાઉન'ને લીધે તેનાં સૈન્યના સભ્યોને કોઈ 'અજાણી વ્યક્તિ' દ્વારા ડોલર ૧૩૦ મિલિયનની સહાય આપવામાં આવી હતી. આ અંગે નીતિમત્તાનો પણ પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. મૂળ વાત તેમ છે કે પ્રમુખ ટ્રમ્પે જ જણાવ્યું હતું કે, એક મિત્રે આ ખાદ્ય પૂરી કરવા અમેરિકાને 'ગિફ્ટ' આપી છે.
આ એક અસામાન્ય ઘટના છે તે ઘણી મોટી રકમ લાગે છે. પરંતુ વાસ્તવમાં તો પગાર (પે-રોલ) માટે ૬.૫ બિલિયન ડોલર્સની જરૂર છે, તેમ ટ્રમ્પ તંત્રે કોંગ્રેસને ગત સપ્તાહે જ જણાવ્યું હતું. પગાર માટેનો દિવસ ફરી એક સપ્તાહમાં જ આવવાનો છે. આપણે તે જોવાનું રહે છે કે, સૈનિકો પૂરાં વળતર વિનાના ન રહે.
આ રકમ કોણે આપી હતી તેનું નામ આપવાની પ્રમુખે ના કહી હતી અને કહ્યું હતું કે, જેણે આ રકમ આપી છે તે મારા મિત્રે જ પોતાનું નામ જાહેર કરવાની ના કહી છે.
પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે કહ્યું હતું કે, ડેમોક્રેટસે આ 'પે-મેન્ટ' અટકાવવા ડેમોક્રેટસે જ કોંગ્રેસમાં મતદાન કર્યું હતું તેમ છતાં જેઓએ આ રકમ આપી છે, તેના અમે આભારી છીએ. આશા રાખીએ છીએ કે આ વિરોધ થોડા સમયમાં દૂર થઈ જશે.


