India vs Bangladesh News : બાંગ્લાદેશમાં જ્યારથી સત્તાપલટો થયો છે ત્યારથી ભારત સાથે તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. અવારનવાર બાંગ્લાદેશના નેતા, આર્મી લીડર્સ તરફથી વિવાદિત નિવેદનો કરવામાં આવતા હોય છે ત્યારે આ વખતે તો હદ થઈ ગઈ. બાંગ્લાદેશના આર્મીના પૂર્વ જનરલે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા તમામ હદ વટાવી. તેમણે કહ્યું કે જ્યાં સુધી ભારતના ટુકડાં નહીં થાય ત્યાં સુધી બાંગ્લાદેશમાં શાંતિ નહીં સ્થપાય.
કોણ છે અમાન આઝમી?
બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ તાજેતરમાં આ વાત એક ઓનલાઇન પ્લેટફોર્મ પર ચર્ચા દરમિયાન કહી હતી. ઉલ્લેખનીય છે કે અમાન આઝમી જમાત એ ઇસ્લામીના પ્રમુખ રહી ચૂકેલા ગુલામ આઝમના દીકરા છે.
અનેકવાર વિવાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે...
અમાન આઝમીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો જેમાં તે કહી રહ્યા છે કે જ્યાં સુધી ભારતના ટુકડા નહીં થાય ત્યાં સુધી બાંગ્લાદેશમાં સંપૂર્ણપણે શાંતિ નહીં આવે. આઝમી અગાઉ પણ અનેકવાર આ રીતે ભારત વિરુદ્ધ ભડકાઉ ભાષણ અને નિવેદન આપી ચૂક્યા છે. તેમણે આવી વાંધાજનક ટિપ્પણીઓ માટે ખાસ કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો.


