તુર્કીના અંકારામાં યુક્રેન અને રશિયા વચ્ચે શાંતિમંત્રણા, ઝેલેંસ્કી હાજર, પુતિન ગેર હાજર
વ્લાદિમીર પુતિનના સહાયક વ્લાદિમીર મેદિંસ્કી બેઠકમાં ભાગ લઇ રહયા છે
ઝેલેંસ્કીનો આગ્રહ શાંતિમંત્રણામાં સીધી પુતિન સાથે વાત કરવાનો હતો.
કિવ,૧૫ મે,૨૦૨૫,ગુરુવાર
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૩ વર્ષ કરતા વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં બંને દેશો વચ્ચે યુધ્ધવિરામની શકયતા વધી રહી છે. ૨૦૨૨માં શરુ થયેલા યુદ્ધ પછી રશિયાએ પ્રથમ વાર જ પ્રતિનિધિમંડળ તૈયાર કર્યુ છે. રશિયા અને યુક્રેને પ્રથમ શાંતિ વાર્તા માટે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની જાહેરાત કરવામાં આવી છે. આ બંને પક્ષોના પ્રતિનિધિઓ તુર્કીમાં શાંતિ મંત્રણા માટે પહોંચી ગયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રશિયા તરફથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સહાયક વ્લાદિમીર મેદિંસ્કી બેઠકમાં ભાગ લઇ રહયા છે.
યુક્રેનનું પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ વોલિદિમિર ઝેલેંસ્કીના નેતૃત્વમાં તુર્કીના પાટનગર અંકારામાં પહોંચી ગયું છે. ઝેલેંસ્કીએ રશિયાના રાષ્ટ્રપતિ સિધી વાતચીત કરવાનો આગ્રહ રાખ્યો હતો પરંતુ પુતિન આ પ્રતિનિધિમંડળ સામેલ નથી.શાંતિ મંત્રણામાં ભાગ નહી લેવા બદલ પશ્ચિમી મીડિયાએ ટીકા કરી હતી કે રશિયા શાંતિ મંત્રણા માટે ગંભીર નથી. રશિયાએ સ્પષ્ટતા કરી છે કે શાંતિમંત્રણામાં ભાગ લઇ રહેલા પ્રતિનિધિમંડળના સભ્યો વરિષ્ઠ છે.
યુક્રેનના ક્ષેત્રીય સુરક્ષા દળો અને તેની રણનીતિના નિષ્ણાત તારાસ બેરેજોવેત્સે કહયું હતું કે આ વાર્તાના માધ્યમથી યુક્રેન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ મંત્રણા માટે કેટલાક ગંભીર છીએ તે દર્શાવવાની તક છે. બેરજોવેત્સે કહયું હતું કે યુક્રેન કોઇ પણ સ્તર પર રશિયા સાથે મંત્રણા કરવી આવશ્યક છે. વિદેશ સ્તરે પ્રતિનિધિમંડળ મંત્રણા કરે તે જરુરી છે. જો યુક્રેન શાંતિમંત્રણા માટે પ્રતિનિધિમંડળ નહી તૈયાર કરે તો અમેરિકા સહિત દુનિયાના લોકોને ખોટો મેસેજ જશે.