VIDEO : અજંપાભરી સ્થિતિ વચ્ચે જમ્મુ-કાશ્મીર, રાજસ્થાનના સરહદી વિસ્તારોમાં શાંતિ છવાઇ
india vs Pak | ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ગઈકાલે એવા અહેવાલ આવ્યા હતા કે ભારત અને પાકિસ્તાન બંને સીઝફાયર માટે સહમત થઇ ગયા છે. અમેરિકાની મધ્યસ્થતા હેઠળ આ સીઝફાયર થયું હોવાના અહેવાલ હતા. જોકે પછીથી ભારતે ચોખવટ કરી હતી ભારત અને પાકિસ્તાને પરસ્પર વાતચીત દ્વારા સીઝફાયર માટે સહમતિ આપી છે તેમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી.
જોકે તેના પછી પણ અમુક કલાકોમાં જ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરાયાના અહેવાલ ફરતા થયા હતા. જોકે આખી રાત વીતી ગયા બાદ હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના જે જે વિસ્તારમાં સંઘર્ષની સ્થિતિ જોવા મળી હતી ત્યાંના દૃશ્યો સામે આવ્યા છે. એના પરથી એવું લાગે છે કે આખી રાત બંને તરફથી સીઝફાયરનું પાલન કરવામાં આવ્યું હતું અને હવે સ્થિતિ સામાન્ય થતી દેખાઈ રહી છે.