માનસિક તનાવથી પીડાતા દર્દીઓ સ્ટેમ સેલ પધ્ધતિથી રોગમુક્ત થઇ શકે

- ચીનમાં હતાશા ધટાડવાના સંશોધનને અદભૂત સફળતા
- ડોયામાઇન બનાવતા કોષોમાં વિકસાવેલા માનવીય સ્ટેમ સેલના ઉંદરોમાં પ્રત્યારોપણના સકારત્મક પરિણામ
નવી દિલ્હી : ચીની સંશોધકોએ ડોપમાઈન બનાવતા મગજના કોષોમાં માનવીય સ્ટેમ સેલ વિકસાવીને માનસિક આરોગ્ય સારવારમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે, જેની હતાશા અને તણાવ જેવી મૂડ વિકૃતિની સારવાર માટે નવી આશા જાગી છે. ૧૧ ઓગસ્ટે સેલ સ્ટેમ સેલમાં પ્રકાશિત આ અભ્યાસમાં દર્શાવાયું છે કે કેવી રીતે પ્રયોગશાળામાં વિકસાવાયેલા ન્યુરોન મગજની બગડી ગયેલી સર્કિટને સુધારી શકે છે. આવા સેલનું હતાશાના લક્ષણ ધરાવતા ઊંદરોમાં પ્રત્યારોપણ કરાતા તેના સકારાત્મક પરિણામ જોવા મળ્યા હતા.
ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સીસ, ફુડાન યુનિવર્સિટી અને યુનિક્સેલ બાયોટેકનોલોજીની ટીમે માનવીય સ્ટેમ સેલને ડોપમાઈન ન્યુરોન જેવા એ૧૦માં રૂપાંતરિત કર્યા. આ કોષો પ્રેરણા, કદર અને આનંદની ભાવના ઉપજાવવા માટે મહત્વના છે. આ ન્યુરોનની કામગીરીમાં વિક્ષેપ થતા તેનાથી હતાશા, સિઝોફ્રેનિયા અને વ્યસન જેવી સમસ્યા સાથે સર્જાઈ શકે છે. વિશેષ કેમિકલ પ્રક્રિયાના ઉપયોગથી વિજ્ઞાાનીઓએ દેખાવ અને કામગીરી બંનેમાં કુદરતી એ૧૦ સેલ જેવા ન્યુરો સફળતાપૂર્વક બનાવ્યા.
આ જ સેલ હતાશા જેવા લક્ષણો દર્શાવતા ઊંદરોમાં પ્રત્યારોપિત કાયા ત્યારે પ્રયોગશાળામાં વિકસાવવામાં આવેલા ન્યુરોને હતાશા, તણાવ અને નિરાશા સાથે સંકળાયેલા વર્તનમાં ઘટાડો કર્યો. વધુ મહત્ત્વની વાત એ છે કે, પ્રાણીઓએ આનંદની પ્રતિક્રિયાઓ પાછી મેળવી, અને એનહેડોનિયા પર કાબુ મેળવ્યો - જે સારવાર-પ્રતિરોધક ડિપ્રેશનનું એક લક્ષણ છે જ્યાં દર્દીઓ મૂડમાં સુધારો હોવા છતાં આનંદ અનુભવી શકતા નથી.
પરિણામો એ સાબિત થાય છે કે સ્ટેમ-સેલ ચિકિત્સા લક્ષણોમાંથી રાહત આપવા ઉપરાંત માનસિક વિકારોના મૂળમાં રહેલા ક્ષતિગ્રસ્ત ન્યુરલ સર્કિટનું પુનર્નિર્માણ પણ કરી શકે છે. માનસિક વિકાર સંબંધિત સમસ્યાઓના મૂળ કારણોને સીધા લક્ષ્યાંક બનાવીને આ દ્રષ્ટિકોણ માનસિક સ્વાસ્થ્ય દેખભાળમાં આધુનિક ઉપચારોનો માર્ગ મોકળો કરી શકે છે.
જો કે આ શોધ હજી તેના પ્રારંભિક તબક્કામાં છે, પણ મનોરોગ ચિકિત્સામાં સ્ટેમ-સેલમાં વિકસાવાયેલા ન્યુરોન્સના ઉપયોગ માટે મજબૂત દાવો રજૂ કરે છે. જો તેને માન્યતા મળે તો આ નવો ઉપચાર મોજૂદ દવાઓ અને સારવાર સાથે વિષમ સ્થિતિનો સામનો કરી રહેલા લાખો લોકોના ઉપચારમાં મહત્વનુું પરિવર્તન લાવી શકે છે.








