World

પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, અનેક ઘરો દટાયા, 30 લોકોના મોત

By GS TEAM
31 Oct 20251 min read
TukuTouch Logo
પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં ગુરુવારે (30 ઓક્ટોબર) મોડી રાત્રે ભૂસ્ખલનની ભયાનક ઘટના બની છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ મુજબ, ઘટનામાં 30 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અનેક ઘરો દટાઈ ગયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન, અનેક ઘરો દટાયા, 30 લોકોના મોત

Papua New Guinea Landslide : પાપુઆ ન્યૂ ગિનીના પહાડી વિસ્તારમાં ગુરુવારે (30 ઓક્ટોબર) મોડી રાત્રે ભૂસ્ખલનની ભયાનક ઘટના બની છે. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ મુજબ, ઘટનામાં 30 લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે, જ્યારે અનેક ઘરો દટાઈ ગયા છે.

અનેક ઘરો દટાયા

ઓસ્ટ્રેલિયન મીડિયાએ પોલીસને ટાંકીને કહ્યું છે કે, મોડી રાત્રે લગભગ બે વાગ્યે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એન્ગા પ્રાંતના કુકાસ ગામમાં અનેક ઘરો તબાહ થઈ ગયા છે. એન્ગા પ્રાંતના ગવર્નર પીટર ઈપાતાસે કહ્યું કે, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર લગભગ 30 લોકોના મોત થયા છે, જેમાંથી 18 મૃતદેહો મળી આવ્યા છે.

આ પણ વાંચો : બે મહાસત્તાઓ વચ્ચે ફરી વધ્યો તણાવ! ટ્રમ્પના ન્યુક્લિયર ટેસ્ટના આદેશ બાદ રશિયાનું અલ્ટિમેટમ

પૂરજોશમાં રેસ્ક્યૂ ઓપરેશન

ભૂસ્ખલનને કારણે ઘણા ગામડાઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે. પોલીસે અત્યાર સુધીમાં 21 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ગયા વર્ષે મે મહિનામાં પણ એન્ગામાં ભસ્ખલનની ઘટના બની હતી, જેમાં 670 ગ્રામજનોએ જીવ ગુમાવ્યો હતો.