Get The App

આરોગ્ય સેવા માટે પેલેસ્ટાઇની દૂતાવાસે ભારતની મદદ માગી

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
આરોગ્ય સેવા માટે પેલેસ્ટાઇની દૂતાવાસે ભારતની મદદ માગી 1 - image

- ભારત અને ભારતીયો સિવાય બીજું કોણ મદદ કરે તેમ છે ?

- પેલેસ્ટાઇની પ્રદેશમાં આરોગ્ય સેવાઓ તદ્દન પડી ભાંગવાની અણી પર છે, હજ્જારો નિર્દોષ નાગરિકોને બચાવવા જરૂરી છે : સેનીટેશન સીસ્ટીમ જેવું પણ રહ્યું નથી

નવી દિલ્હી : ભારત સ્થિત પેલેસ્ટાઇન દૂતાવાસે પેલેસ્ટાઇનમાં તત્કાળ આરોગ્ય સહાય મોકલવા ભારતને વિનંતી કરી છે તેણે જણાવ્યું છે કે પેલેસ્ટાઇની વિસ્તારમાં આરોગ્ય સેવાઓ તદ્દન પડી ભાંગવાની અણી પર છે.

દૂતાવાસે આ સંબંધે પ્રસિદ્ધ કરેલાં એક નિવેદનમાં જણાવ્યું છે કે પેલેસ્ટાઇનના લોકો ભારતની ન્યાય અને માનવીય મુલ્યો તથા સંસ્થાનવાદ વિરુદ્ધના સિદ્ધાંતોને સતત વળગી રહ્યું છે. તેમજ કચડાયેલા લોકોને સતત સાથ અને સમર્થન આપી રહ્યું છે. ભારતે હંમેશાં માનવીય મૂલ્યોને અગ્રતા આપી છે.

પેલેસ્ટાઇની દૂતાવાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોગ્ય મૈત્રીનાં એ વાતને પુષ્ટિ આપતાં તે નિવેદનમાં માનવતા ભરી સહાય માટે વિશ્વ સ્તરે પણ ભારતે દર્શાવાયેલી પ્રતિબદ્ધતાની પ્રસંસા કરી હતી. આ સાથે પેલેસ્ટાઇની દૂતાવાસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આપેલા અહેવાલને ટાંકતાં જણાવ્યું હતું કે વ્હુ નો અહેવાલ જ જણાવે છે કે ગાઝા પટ્ટીમાં રહેલી કુલ ૩૬ હોસ્પિટલોમાંથી માત્ર ૧૯ જ બચી છે અને તે પણ અર્ધકાર્યરત છે.

આમ કહેવા સાથે પેલેસ્ટાઇની દૂતાવાસે તેમાં નિવેદનમાં ફરી જણાવ્યું હતું કે છેલ્લા ૯૮૬ દિવસથી ચાલી રહેલા આ યુદ્ધ વિષે યુ.એન. વ્હુ વગેરેનો અહેવાલો જણાવે છે કે હજી ૧૨,૦૦૦ મૃતદેહો તો ખંડેરોની નીચે દટાયેલા પડયા છે તેની દુર્ગંધ પણ હાનીકારક છે. ઉપરાંત સર્પો, વિંછી, ઉંદર અને મચ્છરોનો ત્રાસ વધી પેલેસ્ટાઇની પ્રદેશમાં વધી રહ્યો છે.