યુએનમાં પાકિસ્તાનની સૌથી ખરાબ 4 સેકન્ડ ત્રાસવાદ અંગે તે ગ્રીલ ઉપર શેકાઈ ગયું
- માનવ અધિકાર ચર્ચા છોડી પાક. પ્રતિનિધિ ચાલ્યા ગયા
- ઈઝરાયેલ કતારમાં હુમલા કરી હમાસ નેતાઓને નિશાન બનાવ્યા તેની ચર્ચામાં વકીલ ન્યૂએરે કહ્યું : પાકિસ્તાન પણ ત્રાસવાદ ફેલાવનાર બીજો દેશ છે
જીનીવા : યુએનની માનવ અધિકાર અંગે અહીં ચાલી રહેલી ચર્ચામાં પાકિસ્તાનને એવો જબ્બર ફટકો પડયો કે, તેના પ્રતિનિધિ ૪ સેકન્ડમાં જ લાલઘૂમ થઈ પરિષદ છોડી બહાર નીકળી ગયા.
આ માનવ-અધિકાર અંગે અહીં ચાલી રહેલી ચર્ચા સમયે ઇઝરાયલે, કતારમાં ચાલી રહેલી બેઠક દરમિયાન હુમલો કરી હમાસના નેતાઓની કરેલી હત્યા વિષે ગર્મજોશી થઈ રહી હતી. સામ સામા આક્ષેપોની તડાપીટ થઈ રહી હતી. ત્યારે માનવ અધિકારો અંગેના વકીલ હીલેલ ન્યૂએરે, સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, યુએસે જેને ૨૦૧૨માં જ ત્રાસવાદી જૂથ જાહેર કર્યું છે. તેવા હમાસને કતાર આશ્રય આપી રહ્યું છે. આ સાથે તેમણે યુએનના મહામંત્રીએ ઇઝરાયલની કરેલી ટીકા સામે પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ૨૦૧૧માં જ્યારે ઓસામા- બિન લાદેનને મારી નખાયો ત્યારે યુએનના મહામંત્રીએ કહ્યું હતું કે, છેવટે ન્યાય થઈ શક્યો. આ સાથે તેમણે ઓસામા- બિન લાદેનને આશ્રય આપવા માટે પાકિસ્તાન ઉપર પસ્તાળ પાડવી શરૂ કરી હતી.