Get The App

પાકિસ્તાનનો લશ્કરી વડો ગણવેશધારી ઓસ્મા છે પેન્ટાગોનના પૂર્વ અધિકારીની મુનીર અંગે સ્પષ્ટ ચેતવણી

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનનો લશ્કરી વડો ગણવેશધારી ઓસ્મા છે પેન્ટાગોનના પૂર્વ અધિકારીની મુનીર અંગે સ્પષ્ટ ચેતવણી 1 - image

- ટ્રમ્પની વિદેશનીતિ પર પણ રૂબીનના પ્રહારો

- યુ.એસ. રશિયા મંત્રણા પૂર્વે માઇકલ રૂબિને પાક. સેના ઉપર ત્રાસવાદ ફેલાવવાનો આક્ષેપ મૂકતાં કહ્યું મુનીરની વિચારધારા બદલાશે નહીં

નવી દિલ્હી : ૧૮૮૧માં બ્રિટિશ વડાપ્રધાન ગ્લેડસ્ટને તુર્કીના હમીદ ધી અનસ્પીકેબલ માટે કહ્યું હતું એ ટર્ક એન્જીઝ માટે તે શબ્દોને પ્રતિઘોષ પાડતા હોય તેમ પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઈકલ રૂબીને કહ્યું : પાકિસ્તાનના લશ્કરી વડા આસીમ મુનીરની વિચારધારા બદલાશે નહીં. આ સાથે વિશ્વ સમસ્તને ચેતવણી આપતા હોય તેમ રૂબીને કહ્યું મુનીર લશ્કરી ગણવેશ ધારી ઓસ્મા બિન લાદેન છે.

આ સાથે રૂબિને તાજેતરમા કરેલા વિધાનો કે અમે ડૂબીશું પરંતુ સાથે અર્ધી દુનિયાને પણ લઇ જશું. તે સંદર્ભમાં માઈકલ રૂબિને આ ટીકા કરી હતી.

આ સાથે પાકિસ્તાનની સેનાની પણ ટીકા કરતાં તેમણે કહ્યું કે તે આતંકવાદ દ્વારા તે વિસ્તારમાં અસ્થિરતા ફેલાવે છે, સાથે પરમાણુ શસ્ત્રોની પણ ધમકી આપે છે. પાકિસ્તાન એક જવાબદાર દેશ છે તેમાં તેના હાથમાં પરમાણુ શસ્ત્રો પણ આવી ગયાં છે.

રૂબિને આ ટીકાઓ યુ.એસ. રશિયાની મંત્રણા પૂર્વે કરી હતી. જેમાં તેઓએ પ્રમુખ ટ્રમ્પને પણ નિશાન ઉપર લઇ લીધા હતા, અને કહ્યું હતું કે તેઓ રાજદ્વારી મંત્રણા પણ જાણે કે, વ્યાપાર મંત્રણા હોય તે રીતે લે છે. તે શાંતિ મંત્રણાઓ જ ખોટી છે. તેઓ શાંતિ સ્થાપવાના બદલે તે યુદ્ધને પાસે ખેંચે છે. આ સાથે નોબેલ શાંતિ પારિતોષિક મેળવવા માટેની ટ્રમ્પની મહેચ્છાની ટીકા કરી હતી અને કહ્યું હતું કે તે મેળવવાની ઇચ્છા માટે તેઓ રાષ્ટ્રીય સલામતી હોડમાં મુકી રહ્યા છે.

પેન્ટાગોનના આ પૂર્વે અધિકારીએ પાકિસ્તાનને, અપાયેલું મહત્વના નોન નાટો સાથીનું પદ પણ પાછું ખેંચવા અનુરોધ કરતાં કહ્યું હતું કે રાજ્ય દ્વારા ત્રાસવાદને પુષ્ટિ આપવાનું સમર્થન કરનારા મુનિરને અમેરિકામાં પ્રવેશવા દેવો જ ન જોઇએ. પાકિસ્તાન દ્વારા અપાતી ધમકીઓ દુનિયાએ ચલાવી લેવી ન જોઇએ.