પાકિસ્તાનીઓ ભિખ માગી વર્ષે 42 અબજ ડૉલરની જંગી કમાણી કરે છે, દર 6 વ્યક્તિએ 1 ભિખારી!
AI Images |
Pakistan News: પાકિસ્તાનના સૌથી મહત્ત્વના કારોબારોમાં એક ભિખ માંગવાનો કારોબાર છે. તે સ્વાભઆવિક પણ છે, કારણે કે, પાકિસ્તાનની 23 કરોડની વસ્તીમાં ચાર કરોડ ભીખારી છે. આમ દર છ પાકિસ્તાનીએ એક પાકિસ્તાની ભિખારી છે. તે ફક્ત પાકિસ્તાનમાં જ ભિખ માંગે છે તેવું નથી, તેમણે ભિખનું પણ આંતરરાષ્ટ્રીયકરણ કર્યું છે, વિદેશોમાં જોવા મળતા ભિખારીમાં 90 ટકા પાકિસ્તાની હોય છે.
પાકિસ્તાની ભિખારીની દૈનિક આવક 850 પાકિસ્તાની રૂપિયા
અહેવાલો અનુસાર, મધ્યપૂર્વના દેશો પણ પાકિસ્તાની ભિખારીઓથી તંગ આવી ગયા છે. એક સરેરાશ પાકિસ્તાની ભિખારીની દૈનિક આવક 850 પાકિસ્તાની રૂપિયા છે. ભિખારીઓને પ્રતિ દિન 32 અબજ પાકિસ્તાની રૂપિયાની કમાણી થાય છે, જે વર્ષે 1.17 લાખ કરોડ રૂપિયા થાય છે. અમેરિકન ડોલરમાં પાકિસ્તાની ભિખારીઓની વાર્ષિક આવક 42 અબજ ડોલર છે.
પાકિસ્તાનના ચાર કરોડ લોકો કશું જ કર્યા વગર વર્ષે ભિખ માંગીને 42 અબજ ડોલરની કમાણી કરી રહ્યા છે. તેનો ભાર પાકિસ્તાનની બાકીની વસ્તી પર પણ પડી રહ્યો છે અને મોંઘવારી વધવાની સાથે હવે ભિખ માંગવાના ચલણમાં પણ વધારો થયો છે. પાકિસ્તાનમાં બિઝનેસ એન્ડ સોસાયટી સેન્ટરનો રિપોર્ટ સામે આવ્યું છે કે, દેશમાં ભિખ માંગવાનું ચલણ એટલી હદે વધ્યું છે, કારણે કે, બીજા અકુશળ શ્રમ કરીને કમાવવાના બદલે તેમાં વધારે કમાણી છે.
પાકિસ્તાનના અગ્રણી શહેરોમાં 12 લાખ બાળ ભિખારી છે
એશિયન હ્યુમન રાઇટ્સ કમિશન (AHRC)ના જણાવ્યા મુજબ પાકિસ્તાનની લગભગ 11 ટકા વસ્તી આજીવિકા માટે ભિખ માંગી રહી છે. પાકિસ્તાનના અગ્રણી શહેરોમાં 12 લાખ તો બાળ ભિખારી છે. ભિખારીઓને લઈને પાક. સરકાર સામે ફરિયાદ એટલી વધી ગઈ છે કે સરકારે ભિખ માંગવા માટે વિદેશ પ્રવાસ કરતાં પાકિસ્તાની પ્રવાસીઓના આંકડા એકત્રિત કરવા પડ્યા છે. આ આંકડા એટલા માટે એકત્રિત કરવા પડી રહ્યા છે કે વિદેશમાં પકડાયેલા 90 ટકા ભિખારી પાકિસ્તાન મૂળના છે. ઈરાક અને સાઉદીના રાજદૂતોએ પાકિસ્તાન સરકારને તેની ફરિયાદ પણ કરી છે. છેલ્લા અઢી વર્ષોમાં સાઉદી અરેબિયા અને બીજા ખાડી દેશોમાંથી 44 હજાર ભિખારીઓને પાકિસ્તાન પરત મોકલવામાં આવ્યા છે.