World

BLAના લડવૈયા સામે 7 પાકિસ્તાની સૈનિકો ઘૂંટણિયે, મુનીર-શાહબાઝની દુનિયાભરમાં ફજેતી

By GS TEAM
15 Feb 20262 mins read
TukuTouch Logo
બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના સામે 7 પાકિસ્તાની સૈનિકો ઘૂંટણિયે પડીને આત્મસમર્પણ કર્યુ છે. જેને લઈને અસીમ મુનીર અને શાહબાઝની દુનિયાભરમાં ફજેતી થઈ રહી છે. BLAએ 7 પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા બાદ પાકિસ્તાન સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. આમ, પાકિસ્તાની સૈનિકોના આત્મસમર્પણની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

BLAના લડવૈયા સામે 7 પાકિસ્તાની સૈનિકો ઘૂંટણિયે, મુનીર-શાહબાઝની દુનિયાભરમાં ફજેતી
Image: X@TBPEnglish

Pakistani Soldiers Surrender to BLA: બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના  સામે 7 પાકિસ્તાની સૈનિકો ઘૂંટણિયે પડીને આત્મસમર્પણ કર્યુ છે. જેને લઈને અસીમ મુનીર અને શાહબાઝની દુનિયાભરમાં ફજેતી થઈ રહી છે. BLAએ 7 પાકિસ્તાની સૈનિકોને બંધક બનાવ્યા બાદ પાકિસ્તાન સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. આમ, પાકિસ્તાની સૈનિકોના આત્મસમર્પણની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.

BLAના લડવૈયાઓ સામે 7 પાકિસ્તાની સૈનિકો ઘૂંટણીએ

મુનીરની સેનાને ઘૂંટણિયે પડ્યા BLAના લડવૈયાઓએ પાકિસ્તાનને સાત દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે, જેમાં બંધક બનાવેલા સૈનિકો સામે કેદીઓની અદલા-બદલી કરવાની માગ કરી છે. BLAના  પ્રવક્તએ એક નિવેદનમાં કહ્યું કે, ‘એક ઓપરેશનમાં 7 પાકિસ્તાની સેનાના જવાનોને બંધક બનાવવામાં આવ્યા છે. તેઓ આને યુદ્ધકેદી તરીકે ગણાવે છે.’ 

પાકિસ્તાન સરકાર અને સેનાને BLAની ચેતવણી

BLAએ પાકિસ્તાન સરકાર અને સેનાને ચેતવણી આપી છે કે, જો સાત દિવસમાં બલૂચ રાજકીય કેદીઓ, ગૂમ વ્યક્તિ અને અન્ય કેદીઓને છોડવા માટે કોઈ ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો આ સૈનિકોને બલૂચ નેશનલ કોર્ટમાં ટ્રાયલ બાદ સજા ફટકારવામાં આવશે અથવા મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે.

BLAની આઝાદીની માગ

આ ઘટના બલૂચિસ્તાનમાં ચાલી રહેલા અલગાવવાદી સંઘર્ષનો ભાગ છે. જેમાં પાકિસ્તાનમાંથી બલૂચિસ્તાનની આઝાદીની BLAએ લડવૈયાઓ માગ કરી રહ્યા છે. BLA જૂથનો આરોપી છે કે, પાકિસ્તાન સેના દ્વારા બલૂચ લોકો પર અત્યાચાર અને રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે. BLAએ દાવો કર્યો કે, આ સૈનિકો ઓક્યુપાઈન્ગ ફોર્સીસના છે અને તેમને છોડવાની બદલીમાં બલૂચ કેદીઓને જવા દેવામાં આવે. જો કે, પાકિસ્તાન અધિકારીઓએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આવી ઘટનામાં સેના તેને નકારી કાઢે છે અથવા તો ઓપરેશન માટે તૈયારી દાખવે છે.

2025માં જાફર એક્સપ્રેસના મુસાફરોને બંધક બનાવ્યા હતા

BLAએ અગાઉ પણ ઘણી વખત આવા અલ્ટિમેટમ આપ્યા છે. જેમાં 2025માં તેમણે જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કેસમાં 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, જ્યાં તેમણે અનેક મુસાફરોને બંધક બનાવ્યા હતા અને રાજકીય કેદીઓને મુક્ત કરવાની માગ કરી હતી. આ ઘટનામાં પાકિસ્તાની સેનાએ 'ઓપરેશન ગ્રીન બોલન' શરૂ કર્યું હતું અને બંધકોને છોડાવ્યા હતા, પરંતુ BLAએ દાવો કર્યો હતો કે તેમણે ઘણા બંધકોને મારી નાખ્યા છે.

આ પણ વાંચો: નકલી લગ્ન અને સ્ટુડન્ટ વિઝાના બહાને મહિલાઓને પોતાની જાળમાં કેદ રાખતો કુખ્યાત એપસ્ટિન

આ અલ્ટિમેટમ બલૂચિસ્તાનમાં તણાવ વધુ વધારી શકે છે. BLA દ્વારા આવા પગલાં આંતરરાષ્ટ્રીય ધ્યાન આકર્ષિત કરવા અને પાકિસ્તાન પર દબાણ લાવવાની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે. જો પાકિસ્તાન બદલો લેશે તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. બલૂચિસ્તાનમાં સંઘર્ષ દાયકાઓ જૂનો છે, જેમાં માનવાધિકાર ઉલ્લંઘન અને હિંસા સામાન્ય છે.