Get The App

પાકિસ્તાની સાંસદનો ન્યૂડ વિડિયો લીક થતા ફજેતો, ત્રીજી પત્ની પર લગાવ્યો આરોપ

Updated: May 13th, 2022

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની સાંસદનો ન્યૂડ વિડિયો લીક થતા ફજેતો, ત્રીજી પત્ની પર લગાવ્યો આરોપ 1 - image

નવી દિલ્હી,તા.13 મે 2022,શુક્રવાર

પાકિસ્તાનની પીટીઆઈ પાર્ટીના સાંસદ અને જાણીતા ટીવી હોસ્ટ આમિર લિયાકતનો ન્યૂડ વિડિયો સોશિયલ મીડિયા પર લીક થયા બાદ ચકચાર મચી છે.

એવુ કહેવાય છે કે, આ વિડિયો લિયાકતની ત્રીજી પત્ની દાનિયા શાહે લીક કર્યો છે. દાનિયાએ તાજેતરમાં જ લિયાકત સાથે છૂટાછેડા લેવા માટે કોર્ટમાં અરજી કરેલી છે. દાનિયાએ લિયાકત પર માર મારવાના, કેદ રાખવાના અને બળજબરી પૂર્વક ન્યૂડ વિડિયો શૂટ કરવાના આરોપ પણ લગાવેલા છે.

બીજી તરફ લિયાકતનો જે  વિડિયો લીક થયો છે તેમાં તે ન્યૂડ હાલતમાં તો દેખાય જ છે અને સાથે સાથે બેડ પર ડ્રગ્સ પણ પડેલુ જોઈ શકાય છે.

તેના પર સાંસદનુ કહેવુ છે કે, જે લોકો આવા વિડિયો લીક કરે છે તે તેમની સામે કેમ કોર્ટે કોઈ કાર્યવાહી નથી કરી..સાઈબર ક્રાઈમ વિંગે પણ કોઈ એક્શન નથી લીધા. દાનિયાએ જે પણ કર્યુ છે તે લગ્નના પવિત્ર સબંધોને ફટકો પહોંચાડી શકે છે. આ વિડિયોના કારણે લોકો મારી મજાક ઉડાવી રહ્યા છે. દાનિયાએ તમામ હદો પારી કરીને લગ્નની પ્રાઈવસીનો ભંગ કર્યો છે.

જ્યારે દાનિયાનુ કહેવુ છે કે, મેં કોઈ વિડિયો બનાવ્યો જ નથી. મને કોઈએ આ વિડિયો મોકલ્યો હતો અને હું એટલુ જ ઈચ્છુ છું કે લિયાકત મને છુટાછેડા આપી દે.

દાનિયાનુ કહેવુ છે કે, લિયાકત ડ્રગ્સ અને દારૂનુ સેવન કરે છે અને એડલ્ટ વિડિયો પણ બનાવડાવે છે.

Tags :