World

પાકિસ્તાની ડૉક્ટર ઓપરેશન પડતું મુકી એક નર્સ સાથે સેક્સ માણતો હતો : બીજી નર્સ તે જોઈ ગઇ તેણે વીડિઓ ઉતાર્યો

By GS TEAM
13 Sep 20252 mins read
પાકિસ્તાની ડૉક્ટર ઓપરેશન પડતું મુકી એક નર્સ સાથે સેક્સ માણતો હતો : બીજી નર્સ તે જોઈ ગઇ તેણે વીડિઓ ઉતાર્યો

- ઇંગ્લેન્ડમાં બનેલી આંચકા જનક ઘટના

- પેશન્ટ ઓપરેશન ટેબલ પર હતો, એનેસ્થેસિયામાં હતો, ત્યારે ડોક્ટરે એક નર્સને કહ્યું : તું તેનું ધ્યાન રાખ હું આવું છું કહી બાજુમાં થિયેટરમાં સેક્સ માણવા પહોંચ્યો

ગ્રેટર માન્ચેસ્ટર : ગ્રેટર માન્ચેસ્ટરની ટેઇમ સાઇડ હોસ્પિટલમાં પાકિસ્તાની ડૉક્ટર પેશન્ટને એનેસ્થેશિયામાં રાખી નર્સને કહ્યું ઃ તું તેનું ધ્યાન રાખ તે પછી તે બીજાં ઓપરેશન થિયેટરમાં ગયો. ત્યાં એક નર્સ સાથે સેક્સ માણવા લાગ્યો. આ ઘટના બીજી નર્સ જોઈ ગઈ. કારણ કે ઓપરેશન થિયેટર જ્યાં રંગ રાગ ચાલતા હતા તેનું બારણું લોક કરવું તે ડોક્ટર ભૂલી ગયો. બીજી નર્સને શંકા જતાં તે ઓપરેશન થિયેટરમાં ગઇ. ત્યાં રંગરેલી ચાલતી હતી તે નર્સ તેના મોબાઈલમાં તેનો વિડીયો પણ લઇ લીધો પછી બહાર સરકી ગઈ.

આ માહિતી મેડીકલ ટ્રિબ્યુનમાં પ્રસિધ્ધ થઇ છે. તેમાં જણાવ્યું છે કે ડૉ. સુહૈલ અંજુમ (૪૪) એક નર્સ સાથે ગુલતાન કરતો હતો તે ઘટના સપ્ટેમ્બર ૨૦૨૩મા બની હતી જે રહી રહીને બહાર આવી છે.

આ પછી જનરલ મેડીકલ કાઉન્સીલે તે ડોક્ટરને પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે તેણે કબુલ્યું કે તેનું વર્તન શરમજનક હતું. તેણે તેમ પણ સ્વીકાર્યું કે મેં એક નર્સને ઓપરેશન ટેબલ પર રહેવા પેશન્ટનું ધ્યાન રાખવા કહ્યું હતું. કારણ કે મારે થોડાં આરામની જરૂર છે. આમ કહી તે બીજાં ખાલી ઓપરેશન થિયેટરમાં ગયો. જ્યાં એક અન્ય નર્સ સાથે રંગરેલી ચલાવી.