કોરોના મહામારી વચ્ચે પાક. કોરિડોર ખોલવા માગે છે
- ભારતનો અભિપ્રાય જાણ્યા વગર નિર્ણય લીધો
- કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી હાલ કોરિડોર નહીં ખોલાય : ભારતનો જવાબ
ઇસ્લામાબાદ, તા. 27 જૂન, 2020, શનિવાર
ભારત સહિતના દેશો કોરોના વાઇરસની મહામારી સામે લડવામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ પાકિસ્તાને અચાનક કરતારપુર કોરિડનો ખોલવાની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
પાકિસ્તાને બે દિવસ બાદ એટલે કે 29મી જુન, 2020ના રોજ ગુરૂ મહારાજા રંજીતસિંહના શહાદત દિવસે માત્ર શીખ યાત્રીકો માટે આ કોરિડોરને ખોલવાનો પ્રસ્તાવ મુક્યો છે. જ્યારે ભારતે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે એવામાં કોરિડોરને ખુલ્લો મુકવાથી આ વાઇરસની અસર વધુ ફેલાઇ શકે છે.
સાથે જ પાકિસ્તાને અચાનક આવા સંકટના સમયે કોરીડોરને ખુલ્લો મુકવાનો પ્રસ્તાવ મુક્યો છે ત્યારે આવી સિૃથતિમાં તેને અનેક શંકાઓની નજરથી જોવામા આવી રહ્યો છે. વિદેશ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે હાલ વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
હાલ ભારત અને પાકિસ્તાનમાં કોરોનાવાઇરસના પ્રસારની સિૃથતિ ચિંતાનજક છે એવામાં ભારત સ્વાસ્થ્યને આધાર બનાવીને અને દરેક સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જ કોઇ નિર્ણય લેશે. પાકિસ્તાને અચાનક જ કોરિડોર ખોલવાનો નિર્ણય લઇ લીધો અને તેની જાણકારી અગાઉ નહોતી આપી અને હવે માત્ર બે જ દિવસનો સમય આપીને એક ચાલ ચાલી રહ્યું છે.