Get The App

પાકિસ્તાને 3 દિવસમાં બીજો મિસાઈલ ટેસ્ટ કર્યો : 'ફત્તેહ' 120 કી.મી. સુધી પ્રહાર કરી શકે તેમ છે

Updated: May 6th, 2025

GS TEAM

Google News
Google News
પાકિસ્તાને 3 દિવસમાં બીજો મિસાઈલ ટેસ્ટ કર્યો : 'ફત્તેહ' 120 કી.મી. સુધી પ્રહાર કરી શકે તેમ છે 1 - image

- આ ટેસ્ટનો હેતુ સૈનિકોમાં વિશ્વાસ જગાડવાનો છે : પાકિસ્તાને આ પૂર્વે 450 કિ.મી. રેન્જના 'અબ્દાલી' મિસાઈલનો પણ ટેસ્ટ કર્યો છે : પાક. આર્મી

ઇસ્લામાબાદ : પાકિસ્તાને સોમવાર તા. ૫ મે ના દિવસે, ૧૨૦ કિ.મી. સુધી પ્રહાર કરી શકે અને ભૂમિ-થી-ભૂમિ પર પ્રહાર કરી શકે તેવા 'ફત્તેહ' મિસાઈલનું પરિક્ષણ કર્યું હતું. આ માહિતી આપતાં એસોસિએટેડ ફ્રી પ્રેસ (એ.એફ.પી.) જણાવે છે કે, ઇન્ટર-સર્વિસીઝ પબ્લિક રીવેશન્સે જણાવ્યું હતું કે, એક્સ-ઇન્ડસ કાર્યક્રમ નીચે પાકિસ્તાને આ ટેસ્ટ કર્યા છે.

આ પૂર્વે શનિવારે ૪૫૦ કિ.મી.ની રેન્જ ધરાવતા જમીન-થી-જમીન ઉપર માર કરી શકે તેવાં અબ્દાલી-વેપન સિસ્ટીમ ના ભાગરૂપે ફત્તેહ-૨ ગાઈડેડ રોકેટ સિસ્ટીમનો ટેસ્ટ લોન્ચ કર્યો હતો. તેની પ્રહાર ક્ષમતા ૪૦૦-થી-૪૫૦ કિલોમીટરની હોવાનું જાણવા મળ્યું છે.

પાકિસ્તાન તે બરોબર સમજે છે કે, ૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરનાં પહેલગાવમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની કરાયેલી નૃસંશ હત્યા પછી ભારત એકશન-મોડમાં આવી ગયું છે. ભારતના આ સંભવિત હુમલા સામે પાકિસ્તાને બચાવની પૂરેપૂરી તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. પાકિસ્તાને આ મિસાઈલ પ્રયોગો શરૂ કર્યા તે પૂર્વે ભારતને તે વિષે જાસૂસી માહિતી મળી જ ગઈ હતી. માનવીય જાસૂસીએ તો આ માહિતી આપી દીધી જ હતી. પરંતુ સેટેલાઈ ઇમેજીઝે પણ બહુ સ્પષ્ટ ફોટોગ્રાફ્સ દર્શાવ્યા હતા.

બીજી તરફ બંને પરમાણુ સત્તાઓ વચ્ચે યુદ્ધ ફાટી ન નીકળે તે માટે વિશ્વના અગ્રીમ નેતાઓ બંને દેશોના નેતાઓને વિશેષત: ભારતના નેતા નરેન્દ્ર મોદી તથા તેઓના સાથીઓ ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તથા વિદેશી મંત્રી સુબ્રમણ્યમ્ જયશંકરના સંપર્કમાં છે.