Get The App

કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ભારે ફટકો, રશિયન રાજદૂતે પાક.ની બેઇજ્જતી કરી

Updated: Oct 17th, 2025

GS TEAM

Google News
Google News
કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનને ભારે ફટકો, રશિયન રાજદૂતે પાક.ની બેઇજ્જતી કરી 1 - image


- હવે કાશ્મીર નહીં પીઓકે અંગે જ ચર્ચા થઈ શકે : ભારત

- રશિયા માને છે કે કાશ્મીર વિવાદ ભારત અને પાકિસ્તાને માત્ર દ્વિપક્ષીય રીતે જ ઉકેલવો જોઈએ તેમાં ત્રીજા પક્ષની જરૂર નથી : આલ્બર્ટ ખોરેવ

ઈસ્લામાબાદ : એક ટીવી મુલાકાતમાં રશિયાના પાકિસ્તાન સ્થિત કાર્યકારી રાજદૂત આલ્બર્ટ ખોરેવે પાકિસ્તાનની આબરૂના લીરા ઉડાડી દીધા હતા. પાકિસ્તાની એંકરને તો આશા હતી કે, આલ્બર્ટ ખોરેવે પાકિસ્તાન તરફે કશું બોલશે, પરંતુ કાશ્મીર મુદ્દે પૂછાયેલાં પ્રશ્નના જવાબમાં તેઓએ સાફ સાફ સુણાવી દીધું કે, કાશ્મીર વિવાદ દ્વિપક્ષીય વિવાદ છે. તે બંનેએ આપસમાં મળી ઉકેલવો જોઈએ. તેમાં ત્રીજા પક્ષને સ્થાન જ નથી.

હકીકતમાં પાકિસ્તાન કાશ્મીર મુદ્દો વારંવાર આંતરરાષ્ટ્રીય કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ક્યારેક તે તુર્કીના એર્દોનાન સાથે ચર્ચા કરે છે, તો ક્યારેક અમેરિકાનાં શરણે જાય છે. તે સામે ભારતે સંભળાવી દીધું છે કે, હવે જમ્મુ અને કાશ્મીર અંગે તો વાતચીત કરવાની જ નથી. પરંતુ પી.ઓ.કે. અંગે જ પાકિસ્તાન સાથે વાતચીત થઈ શકે. જમ્મુ અને કાશ્મીર તો ભારતનું અભિન્ન અંગ છે.

પહેલગાંવમાં આતંકીઓએ છવ્વીશ નિર્દોષ નાગરિકોની હત્યા કરી પછી ભારતે કરેલા વળતા પ્રહારમાં ભારતે મિસાઇલ અને ડ્રોન હુમલા દ્વારા પાકિસ્તાનમાં કેટલાંયે એર-બેઝ ધ્વસ્ત કર્યા. ચાર દિવસ પછી પાકિસ્તાને ગભરાહટના માર્યા છેવટે સીઝ-ફાયરની માગણી કરી કારણ કે, ભારતના પ્રચંડ આક્રમણને લીધે પાકિસ્તાનના પંજાબ સ્થિત ચાર ત્રાસવાદી છાવણીઓ ધ્વસ્ત થઈ અને પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીર સ્થિત આતંકીઓની પાંચ છાવણીઓ ધ્વસ્ત થઈ ગઈ હતી. આ ઓપરેશન સિંદૂરમાં ૧૦૦થી વધુ આતંકીઓનો ખાત્મો બોલી ગયો હતો. આ પછી ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફે જ પાકિસ્તાનને ખુલ્લી ધમકી આપતાં કહ્યું હતું કે જો ફરીથી આવી કુચેષ્ટા કરશો તો તે સમયે થઈ તેથી અનેકગણી વધુ તબાહી થઈ જશે.

Tags :