Get The App

ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

Updated: May 10th, 2025

GS TEAM

Google News
Google News
ભારત સાથે સંઘર્ષ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ, 4.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ 1 - image


Earthquack in Pakistan | ભારત સાથે સંઘર્ષની સ્થિતિ વચ્ચે પાકિસ્તાનથી કુદરત પણ નારાજ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શનિવારે અડધી રાતે પાકિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાઈ હતી જેને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી હતી. જોકે હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 



Tags :