પાકિસ્તાન ઇસ્લામિક નાટો બનાવવા માંડયુ, સાઉદી પછી તુર્કી પણ જોડાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કામાં કરાર થયા
- પાક., સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે ત્રિપક્ષીય સંરક્ષણ કરાર, એક પર હુમલો ત્રણેય પર હુમલો મનાશે
ઇસ્લામાબાદ : પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કીએ સંયુક્ત સંરક્ષણ કરાર પર સહીસિક્કા કર્યા છે. આ કરાર હેઠળ ત્રણેયમાંથી
કોઈપણ દેશ પર થતા હુમલાને ત્રણેય દેશ પોતાના પર હુમલો માનીને સંયુક્ત કાર્યવાહી કરશે. પશ્ચિમ એશિયામાં વધતા જતાં તનાવના વચ્ચે આ ત્રણેય દેશો વચ્ચે આ કરાર કર્યા છે. જો કે સાઉદી પર ઇરાન દ્વારા કરાતા મિસાઇલ હુમલા અંગે પાક.-તુર્કી બંનેએ મૌન ધારણ કર્યુ છે.
પાક.ના વડાપ્રધાન શહબાઝ શરીફ, સાઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને તુર્કિશ પ્રમુખ એર્ડોગન ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કાના અલ-સફા પેલેસમાં મક્કાહ-અલ-મુકરમાહ સમિટમાં આ કરાર કર્યો હતો. આ કરારનું ધ્યેય કોઈપણ પ્રકારના હુમલા સામે સંયુક્ત પ્રતિકારને મજબૂત બનાવવાનું છે અને ત્રણેયમાંથી ગમે તે દેશ સામે થતાં હુમલાને તે દેશ પર થતો હુમલો માનવામાં આવશે. તેની સાથે ત્રણેય દેશ વચ્ચે સુરક્ષા સહયોગ વધુ મજબૂત બનાવવામાં આવશે. લશ્કર, સુરક્ષા અને રણનીતિક સમન્વયને વધુ મજબૂત બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ કરારના પગલે પરમાણુ શસ્ત્ર સંપન્ન એકમાત્ર ઇસ્લામિક દેશ પાકિસ્તાન, ઇસ્લામના પવિત્ર સ્થળ અને વિશ્વના ટોચના ઓઇલ નિકાસકાર સાઉદી અરેબિયા અને નાટોના સભ્ય તુર્કી વચ્ચેના સંબંધ વધુ મજબૂત બનશે. આ હિલચાલ એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમ એશિયા સંઘર્ષ અનેક મોરચે વિસ્તરી રહ્યો છે. તેના લીધે ખાડી દેશોએ પ્રાદેશિક સુરક્ષા પર વધુ ધ્યાન આપવાની ફરજ પડી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પાકિસ્તાન અને સાઉદી અરેબિયાએ વ્યૂહાત્મક પારસ્પરિક સંરક્ષણ કરાર કર્યા હતા. આ કરાર દ્વિપક્ષીય હતા. હવે આ કરાર ત્રિપક્ષીય થયા છે. ત્રણેય દેશો ભાઇચારો ધરાવે છે.









