- આ માહિતી બહાર પડતાં વ્યાપક ધમાલ થઈ છે
- પાકિસ્તાનના હાઈ કમિશને જ કોલંબોમાંથી આ ફૂડ પેકેટસના ફોટા મોકલ્યા તે પેકેટસ પૈકી ઘણા પર એક્ષપાયરી ડેઈટ હતી 10/2024
કોલંબો : શ્રીલંકા સહિત દક્ષિણ પૂર્વ એશિયાના કેટલાએ દેશોમાં ચક્રવાતે તબાહી ફેલાવી દીધી છે. આ પૈકી સૌથી વધુ પ્રહાર શ્રીલંકાને સહન કરવો પડયો છે. ભારતે તો તત્કાળ સહાય જંગી સહાય તથા તબીબી ટુકડીઓ અને ડિઝાસ્ટર રીલીફ ટીમ રવાના કરી દીધી હતી. આ પછી પાકિસ્તાને પણ રહી રહીને શ્રીલંકાને ફૂડ પેકેટસ અને દૂધ રવાના કર્યા. તેની દરેક થેલી ઉપર શ્રીલંકા અને પાકિસ્તાનના ધ્વજો પણ છાપ્યા હતા. તેના ફોટોગ્રાફસ અહીં રહેલા પાકિસ્તાનના હાઈકમિશને પ્રસિદ્ધ પણ કર્યા. તે ફોટોગ્રાફસ જોતા તે જોનારા આંચકો ખાઈ ગયા. કારણકે તે પેકેટસ ઉપર છાપ્યું હતું 'પેકડ ૧૦/૨૦૨૨, એક્ષપાયર્ડ : ૧૦/૨૦૨૪.'
આ અંગે એક યુઝરે લખ્યું, સમય રેખા પૂરી થયેલો ખોરાક અને દૂધ પણ મોકલવા તે શ્રીલંકાની માનવીય સહાય દર્શાવે છે. શ્રીલંકા તેને માનવીય સહાય માનતું હશે.
એક અન્ય યુઝરે લખ્યું શ્રીલંકાને મોકલેલી સહાયનો અર્થ પાકિસ્તાન ઓક્યુપાયર્ડ ફૂડ સપ્લાય માનતું હશે. જો કે, આ અંગે પાકિસ્તાનના સત્તાવાળાઓ કે શ્રીલંકાના સત્તાવાળાઓ ઘેરૂં મૌન સેવે છે. જે સહજપણ છે. પરંતુ, વિશ્લેષકો આને માનવીય સહાય નહીં પરંતુ માનવતા સામેનો ઘોર-અપરાધ કહે છે. તેઓ કહે છે કે, સમય વીતી ગયેલું ખાદ્યાન્ન તો જોખમી છે જ પરંતુ સમય વીતી ગયેલું (એક્ષપાયરી ડેઈટ પછીનું) દૂધ તો મૃત્યુ જ લાવે. આશા રાખીએ કે કોઈ શ્રીલંકાના ચક્રવાત તબાહીગ્રસ્ત લોકોને સમયસર ચેતવે નહીં તો બીજી આપત્તિ આવી પડશે.
આ વિશ્લેષકો તે પણ યાદ આપે છે કે એક સમયે પાકિસ્તાન- શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ મેચ સમયે પાકિસ્તાનના કટ્ટરપંથીઓએ પથરા ફેંકયા હતા અને નાના હાથ બોંબ પણ ફેંકતા તે ટીમ પાછી આવી ગઈ હતી.


