પાકિસ્તાને આઈ.એમ.એફ. પાસે નાણાંકીય મદદ (લોન) માગી : ભારતે કહ્યું ન આપશો તે રકમ તે ખોટા માર્ગે વાપરશે
- પાકિસ્તાન અત્યંત નાણાંભીડ ભોગવી રહ્યું છે
- પહેલગાંવ હત્યાકાંડનો ઉલ્લેખ કરતાં ભારતે આઈ.એમ.એફ.ને કહ્યું તેને નાણાં આપશો તો તે આતંકવાદીઓને જ આપતું રહેશે
નવી દિલ્હી : આજે શુક્રવારે વૉશિંગ્ટનમાં મળનારી આઈ.એમ.એફ.ની મહત્ત્વની બેઠકમાં દેવામાં ડૂબેલા પાકિસ્તાનને નાણાંકીય સહાય આપવા વિષે વિચારણા કરવામાં આવશે. પાકિસ્તાને નાણાંકીય સહાય માટે કરેલી અરજીની માહિતી તો ગુરૂવારે જ ભારતને મળી ગઈ હતી. તેણે તે વૈશ્વિક નાણાંકીય સંસ્થાની બોર્ડ મીટીંગમાં પાકિસ્તાનને લોન આપવી કે નહીં ? અને આપવી તો કેટલી આપવી તે વિષે ચર્ચા શરૂ થતાં ભારતનાં પ્રતિનિધિઓ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તેને લોન ન આપશો તે લોનનાં નાણાં તે આતંકવાદી જૂથોને જ પહોંચાડશે. પોતાનાં આ વિધાનોને પુષ્ટિ આપતાં તેમને પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે પાકિસ્તાને હજી સુધીમાં તમામ સહાયોનો મોટો ભાગ બહુ મોટો ભાગ તો આતંકવાદીઓને જ આપ્યા કર્યો છે. તેથી ઉદાર થઇ તેને લોન આપવાની જરૂર જ નથી.
પહેલગાંવમાં ૨૬ નિર્દોષ સહેલાણીઓની પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ૨૬ નિર્દોષોના જાન લીધા પછી દુનિયાભરમાંથી પાકિસ્તાન ઉપર ફીટકાર વરસી રહ્યો છે. તો બીજી તરફ ભારત દ્વારા તેની ઉપર કટ્ટર આક્રમણ શરૂ થઇ ગયું છે. તેવામાં અત્યારે જ ભયંકર આર્થિક ભીંસ ભોગવતાં પાકિસ્તાને તેના મિત્ર દેશ ખરેખર તો પાલક દેશ ચીન સહિત કેટલાયે દેશો પાસે આર્થિક સહાય માગી હતી. પરંતુ કોઈ દેશે હજી સુધી એ દેવાળિયા દેશને મદદ કરી નથી. તેથી છેવટે તેણે આઈ.એમ.એફ. પાસે લોન માગી છે.