Get The App

પાકિસ્તાન તરસતું રહી ગયું ! IMFએ યુદ્ધગ્રસ્ત યુક્રેનની આપી 15.6 અબજ ડૉલરની મસમોટી લોન

એવું પહેલીવાર થયું છે જ્યારે વૈશ્વિક લોનદાતાએ યુદ્ધગ્રસ્ત કોઈ દેશને સહાય કરી હોય

પાકિસ્તાનને આઈએમએફએ કહ્યું - 1.1 અબજ ડૉલરની લોન જોઈતી હોય તો પહેલા બાંહેધરી આપો કે તમને કોઈ બાહ્ય દેશ પર નાણાકીય સહાય કરવા તૈયાર છે

Updated: Mar 27th, 2023

GS TEAM


Google News
Google News
પાકિસ્તાન તરસતું રહી ગયું ! IMFએ યુદ્ધગ્રસ્ત યુક્રેનની આપી 15.6 અબજ ડૉલરની મસમોટી લોન 1 - image

image : Twitter


ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF)એ ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનને 15.6 અબજ ડૉલરની લોનને મંજૂરી આપી દીધી છે. એવું પહેલીવાર થયું છે જ્યારે વૈશ્વિક લોનદાતાએ યુદ્ધગ્રસ્ત કોઈ દેશને સહાય કરી હોય. બીજી બાજુ 1.1 અબજ ડૉલરનો હપ્તો મેળવવા માટે વલખાં મારી રહેલું પાકિસ્તાન હજુ પણ આઈએમએફની પડકારજનક શરતોને પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. 

યુદ્ધગ્રસ્ત દેશને પહેલીવાર મોટી લોન 

IMFએ 21 માર્ચે આ વાતના સંકેત આપ્યા હતા. વૈશ્વિક સંસ્થાએ એક પ્રેસ નોટમાં કહ્યું હતું કે યુક્રેનના અધિકારી અને આઈએમએફના અધિકારીઓ વ્યાપક આર્થિક અને નાણાકીય નીતિઓના એક સેટ પર સ્ટાફ લેવલ એગ્રીમેન્ટ સુધી પહોંચી ગયા છે. તે હેઠળ 48 મહિના સુધી વિસ્તારિત ફંડ સુવિધા(ઈએફએફ) વ્યવસ્થા દ્વારા 15.6 અબજ ડૉલરની લોન આપશે. 

પાકિસ્તાન સામે મૂકી આકરી શરત 

પાકિસ્તાનના એક અખબારના રિપોર્ટમાં કહેવાયું છે કે યુદ્ધગ્રસ્ત પશ્ચિમી સહયોગી યુક્રેનન માટે 15.6 અબજ ડૉલરની લોનના વિસ્તારણની જાહેરાત IMFએ એ દિવસે કરી જ્યારે પાકિસ્તાને કુવૈતને ઈંધણ ખરીદીની ચૂકવણી પર ડિફોલ્ટર થતા બચવા માટે ચૂકવણી કરવાનો નિર્ણય લીધો હતો. બીજી બાજુ આઈએમએફએ પાકિસ્તાનને કહ્યું છે કે 1.1 અબજ ડૉલરની લોન જોઈતી હોય તો પહેલા બાંહેધરી આપો કે તમને કોઈ બાહ્ય દેશ પર નાણાકીય સહાય કરવા તૈયાર છે. 


Tags :