ભારત સાથે યુદ્ધ થાય તો પાક. ચીનનાં શસ્ત્રોથી લડવા તૈયાર
- પાકિસ્તાનનો તો શસ્ત્ર-સરંજામ ખતમ થઈ ગયો છે
- પહલગાંવ હુમલા પછી પાકિસ્તાનમાં સૈન્યને બીજી 'સર્જીકલ સ્ટ્રાઈક' ભીતિ છે, ભારતીય સૈન્યની ત્રણે પાંખો પૂરેપૂરી સક્રિય અને તૈનાત બની રહી છે
નવદિલ્હી : પહલગાંવ હુમલાએ વિશ્વભરમાં વંટોળ ઊભો કર્યો છે. તો ભારતે તેની સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સને 'ઝીરો-અવર' માટે તૈયાર રહેવા પણ કહી દીધું છે. એર-ફોર્સ ચીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંત્રણા પણ કરી લીધી છે. આથી પાકિસ્તાનનાં સૈન્યમાં ચિંતાનું મોજું ફેલાઈ ગયું છે. બીજી તરફ પાકિસ્તાનના લશ્કરોના વડાઓને ભારત દ્વારા કદાચ બીજી પણ એર સ્ટ્રાઈક થવાની ભીતિ સતાવે છે.
પાકિસ્તાન પાસે શસ્ત્રા-શસ્ત્રોનો જથ્થો એટલી હદે ખૂટી ગયો છે કે જો યુદ્ધ આવી જ પડે તો તે જથ્થો માત્ર ચાર દિવસ જ ચાલે તેટલો છે. તેથી તેણે તેનાં નવાં પાલક રાજ્ય ચીન પાસે શસ્ત્રાશસ્ત્રોની ઘા નાખી છે. ડ્રેગન, તેવી આગાહી આવશે જ તેમ પહેલેથી જ જાણી તેના પાલતુ દેશ પાકિસ્તાન માટે વિમાનો અને મિસાઈલ્સ તૈયાર જ રાખ્યાં હતાં. કહે છે કે પાકિસ્તાનને યુદ્ધ વિમાનો વગેરે ખરીદ્યા છે પરંતુ ખાવા ધાન નથી ત્યાં ખતરનાક વિમાનો ખરીદે ક્યાંથી. શક્યતા પૂરેપૂરી તે છે કે ચીને તેને તે શસ્ત્રાશસ્ત્રો ભેટ આપ્યાં હશે. આમ છતાં પાકિસ્તાનમાં ગભરાટ તો રહેલો જ છે. આથી પાકિસ્તાને સરગોધા અને મૌરીપુર એરબેઝ પર ચીનનાં જે.એફ.૧૦ યુદ્ધ વિમાનો ગોઠવ્યાં છે. તેણે અમેરિકી બનાવટનાં એફ-૧૬ વિમાનો તો બલુચિસ્તાનમાં ગ્વાડા અને પસપી એરબેઝ પર મોકલી દીધાં છે. તેને ભારતની એસ-૪૦૦ ડીફેન્સ સીસ્ટમનો ભય છે તે એફ-૧૬ વિમાનોને પાડી નાખે તેવી છે. તેથી પાકિસ્તાને ચીની બનાવટનાં એફ-૧૭ વિમાનો સરગોધા અને મૌરીપુરમાં ગોઠવ્યાં છે. પાકિસ્તાનને ચીને આપેલાં શસ્ત્રો (વિમાનો વ.ની) યાદી આ પ્રમાણે છે.
(A) પાકિસ્તાન-એરફોર્સ : ચીનની સહાય
(૧) જે.એફ-૧૭ થંડર : મલ્ટી રૉલ કોએટ એરક્રાફ્ટ (ચીન સાથે સહયોગથી પાકિસ્તાનમાં નિર્મિત)
(૨) એફ-૧૭પીજી સ્કાય બોલ્ટ : મિગ-૨૧નું ચાયનીઝ વર્ઝન પીએએફમાં કાર્યરત
(૩) કે-૮-કારાકોરમ: જેટ ટ્રેઈનર એર ક્રાફટ (સંયુક્ત રીતે બનાવેલાં)
(૪) વિંગ લૂંગ ૨ યુએવી: આર્મ્ડ ડ્રોન (ચીની બનાવટનાં)
(૫) સીએચ-૪ યુએવી : માનવ રહિત કોમ્બેટ એરિયલ વ્હીકલ (ચીની બનાવટનાં)
(૬) એસ.ડી.૧૦ (પીએલ-૧૨): એર-ટુ-એર મિસાઈલ (જે.એફ.૧૭) સાથે જોડાયેલાં
(૭) પીએલ-૫, ૮, ૯ સી : શોર્ટ રેન્જ એર-ટુ-એર મિસાઈલ્સ
(૮) સી-એમ-૪૦૦ એ.કે.જી.: એર લોન્ચ મેન્ટી શિપ મિસાઈલ
(૯) સી-૮૦૨ એ.કે. એર લોન્ચડ ક્રૂઝ મિસાઈલ્સ
(૧૦) ડબલ્યુએસ-૧૩ એન્જિન ચાઈનીઝ જેટ એન્જિન જે એફ-૧૭ માટે (રશિયાનાં આર.ડી-૯૩નો વિકલ્પ)
પાકિસ્તાન આર્મી : ચાઈનીઝ વેપન્સ એન્ડ ઇક્વિપમેન્ટ
(૧) વીટી-૪ મેઈન બેટલ ટેન્ક - થર્ડ જનરેશન ચાઈનીઝ ટેન્ક
(૨) ટાઈમ-૫૯, ૬૯, ૮૫ - ૨એવી ટેન્કસ (જૂની ચાઈનીઝ ટેન્કોનાં મોડેલ્સ)
(૩) એસ.એચ.૧૫ હોવિત્ઝર્સ - ૧૫૫ મીમી ટ્રક માઉન્ટેડ આર્ટલરી સીસ્ટીમ.
(૪) એ-૧૦૦ મલ્ટીપલ રોકેટ - લોન્ચર સીસ્ટીમ.
(૫) એલ.વાય-૮૦ (એચ.ક્યુ-૧૬) મીડીયમ રેન્જ અર્ધસ ટુ એર મિસાઈલ્સ સિસ્ટીમ
(૬) એચ.જે.૮ અને એચ.જે. ૧૦ એટી.જી.એમ.એમ. (એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ્સ)
(૭) ટાઈપ-૮૫, એપીસી આર્મર્ડ પર્સોનેલ કેરિયર
(૮) એફ.એન.૬ એમ.એ.એન. પી.એડી.એચ. મેન પોર્ટેબલ એર ડીફેન્સ સીસ્ટીમ
(૯-૧૦) કે.જે. ૨૦૦૦ રેડાર સીસ્ટીમ તથા નોટિન્કો રેડાર એન્ડ ઓપ્ટિકલ્સ ફાયર સીસ્ટીમ.
પાકિસ્તાન નેવી : ચીનનાં શસ્ત્રો અને સાધનો
(૧) એફ-૨૨-પી ઝુલ્ફીકાર કલાસ ફ્રીગેટસ જે ચીનની ટાઈપ ૦૫૩ એચ.૩ આધારિત છે.
(૨) ટાઈમ ૦૫૦૪ એ/૫ ફ્રીગેટ્સ - મોડર્ન ગાઈડેડ-મિસાઈલ ફ્રિગેટ્સ (તાજેતરમાં જ નેવીમાં જોડાઈ છે)
(૩) હેંગોટ-કલાસ સબમરીન (ટાઈપ ૦૩૯એ/૦૪૧ યુઆન ડલાસ સબમિશન્સ
(૪) સી-૮૦૨ એન્ટીશિપ મિસાઈલ્સ - યુદ્ધ જહાજો અને યુદ્ધ વિમાનોમાં જોડાયાં છે.
(૫) એલ.વાય ૬૦ એન. નેવલ એસ.એ.એમ. (નેવલ એર ડીફેન્સ મિસાઈલ્સ સીસ્ટીમ)
(૬) હાર્બિન-ઝેડ-૯ ઈસી હેલિકોપ્ટર્સ - યુદ્ધ જહાજ ઉપર રહેતાં એન્ટી સબમરીન હેલિકોપ્ટર્સ
(૭) વાય.જે-૬૨ એન્ટિ શિપ મિસાઈલ્સ જે ૦૫૪એ/થ્રી ફ્રિગેટ પર રાખવામાં આવે છે.
(૮) સી.એમ. ૩૦૨ મિસાઈલ્સ : આ સુપર સોનિક એન્ટીશિપ મિસાઈલ્સ છે. (જે ગોઠવાયાં છે કે નહીં તે નક્કી નથી)
(૯) એસ.આર.૨૪૧૦સી રેડાર સિસ્ટીમ - ચાઈનીઝ ફ્રીગેટસ પર છે.
(૧૦) કોમ્બેટ મેનેજમેન્ટ સીસ્ટીમ્સ જે ચાઈનીઝ પ્લેટફોર્મ સાથે સંકલિત છે.
ભારતે આ પૈકી મોટા ભાગની માહિતી તેના સેટેલાઈટ્સ દ્વારા પાસ કરી છે. તેટલું જ નહીં પરંતુ તેના ફોટા પણ પાસ કર્યા છે.
કહેવત છે : ફોર-વાર્નડ ઈઝ ફોર આર્મ્ડ.